Site icon Revoi.in

લિથિયમ આયન બેટરી અને રમકડાં સહિતની વસ્તુઓની કસ્ટમ ટ્યુડીમાં રાહત

Social Share

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે, કસ્ટમ ટ્યુટી, સેસ, સરચાર્જના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમકડાં ઉપર લાગતી સીમા શુલ્ક ઘટાડીને 13 ટકા કરવામાં આવી છે. જેથી રમકડાં સસ્તા થશે. આ ઉપરાંત લિથિયમ આયન બેટરી ઉપર કસ્ટમ ટ્યુડીમાં પણ રાહત આપવામાં આવી છે. જેથી તેની કિંમતમાં પણ ઘટાડો થશે.  રમકડાંની સાથે સાઈકલ અને ઓટોમોબ્લાઈલ સસ્તા થશે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ વાહનો સસ્તા થશે. આ ઉપરાંત કેટલાક મોબાઈલ ફોન અને કેમેરા પણ સસ્તા થશે. બીજી તરફ સીગરેટ અને વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ મોંઘી થશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું ભાષણ લગભગ 90 મિનિટમાં પુરુ કર્યું હતું. તેમજ દેશ સામે ન્યૂ ઈન્ડિયાની તસ્વીર રજૂ કરી હતી. બજેટમાં મહિલાઓ, યુવાનોને રોજગારી, શિક્ષણ, ખેડૂત, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તથા નોકરિયાત વર્ગને કંઈ આપવાનો પ્રયાસ કરાયો છે.