કોરોનાના દૈનિક કેસોમાં રાહત – 24 કલાકમાં 3.35 લાખ કેસ નોંધાયા, સાજા થનારા દર્દીની સંખ્યા વધી
- કોરોનાના દૈનિક કેસોમાં રાહત
- 24 કલાકમાં નોંધાયા 3.35 લાખ કેસ
દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેર વર્તાઈ રહી છે, જો કે હવે દૈનિક નોંધાતા કેસોનો આકંડો નીચો જતો જોવા મળી રહ્યો છે .કોરોનાના કેસોમાં પહેલા થોડા દિવસની સરખામણી કરતા થોડી રાહત મળી રહી છે, દૈનિક નોંધાતા કેસની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના 2 લાખ 35 હજાર 532 કરોનાના નવા કેસ નોંધાયા છે અને 871 દર્દીઓના મોત થયા છે.આ સાથે જ સાજા થનારા વ્યક્તિઓનો આંકડો પણ વધી રહ્યો છે,
આ સમયગાળા દરમિયાન 3 લાખ 35 હજાક939 સંક્રમિત લોકો સાજા થયા હતા, જેના કારણે અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 3.83 કરોડથી વધુ થઈ ચૂકી છે.જો એક્ટિવ કેસની નાત કરીએ તો હાલમાં 20 લાખ 4 હજાર 333 સક્રિય કેસ છે.આ સાથે જ સક્રિય કેસનો દર 4.91 ટકા જોવા મળે છે અને રિકવરી રેટ 93.89 ટકા નોંધાયો છે.
આ સાથે જ દૈનિક હકારાત્મકતા દર 13.39 ટકા જોના છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 16.89 ટકા છે.દેશભરમાં અત્યાર સુધીમાં 165.04 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે રસીકણ અભિયાને કોરોનાને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.