Site icon Revoi.in

 એર લાઈન્સ માટે રાહતના સમાચાર – જેટ ફ્યુલની કિંમતમાં 2.2 ટકાનો ઘટાડો કરાયો

Social Share

દિલ્હીઃ- આજરોજ શનિવારે જેટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં 2.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ઘટાડો દર્શાવે છે.એવિએશન ટર્બાઇન ઇંધણના ભાવ રૂ. 3,084.94 પ્રતિ કિલો લીટર થી 2.2 ટકાના ઘટાડા સાથે રૂ. 138,147.93 પ્રતિ કિલો લીટર કરવામાં આવ્યો છે, ઉલિલેખનીય છે કે આ બીજી વખત છે જ્યારે ડજેટ ફ્યુલના ભાવ ઘટાડાયા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉના પખવાડિયામાં બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય તેલના દરોના આધારે દર મહિનાની 1લી અને 16મી તારીખે ATFના ભાવમાં સુધારો કરવામાં આવે છે.જે અતંર્ગત આ ભાવમાં વયગારો ઘટાડો નોંધાય છે.

આ પહેલા એક સમયે  રૂા. 1,41,232.87 પ્રતિ કિલો લીટર સુધી ભાવ પહોંચી ગયો હતો અને તેના કારણે વિમાની કંપનીઓ દ્વારા ફ્યુઅલ ચાર્જમાં પણ વધારો કરાયો હતો.મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકાથી આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો નરમ પડી છે.

જો ભાવ વધારાની વાત કરીએ તો એકંદરે, વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં દરોમાં 11 વખત વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે છ મહિનામાં દર લગભગ બમણા થઈ ગયા છે.ત્યારે હાલ 2.2 ટકાનો ઘટાડો થતા એરલાઈન્સે રાહત અનુભવી છે.