કેન્સરની વેક્સિનને લઈને રાહત – સર્વાઈકલ કેન્સરની સ્વદેશી રસી ક્લિનિકલ ટ્રાયલમાં સફળ,રસીકરણમાં કરાશે સામેલ
- કેન્સરની રસીનું સફળ ક્લિનીકલ પરિક્ષણ
- રસીકરણમાં આ રસીને કરાશે સામેલ
દિલ્હીઃ- ભારત દેશ કોરોના હોય કે અન્ય બીમારી દરેક મોરચે સતત પ્રગતિ કરીને ગવાઓ અને વેક્સિન બનાવામાં સફળ રહ્યો છે ત્યારે હવે વર્વાઈકલ કેન્સરને લઈને પણ દેશને મોટી સિદ્ધી મળી છેે.જાણકારી પ્રમાણે હવે સર્વાઇકલ કેન્સર માટેની સ્વદેશી રસીને આવતા વર્ષે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે.
નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપના ચેરમેન ડૉ એન કે અરોરાએ જણાવ્યું હતું કે દેશમાં 9 થી 14 વર્ષની કિશોરીઓને આ રસી આપવામાં આવશે. સર્વાઇકલ કેન્સર સામે સ્વદેશી રીતે વિકસિત હ્યુમન પેપિલોમા વાઇરસ રસીને આવતા વર્ષે રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે.
સર્વે વેક્સ રસીને DCGI તેમજ સરકારી સલાહકાર પેનલ દ્વારા જાહેર આરોગ્ય કાર્યક્રમમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં, સર્વાઇકલ રસીઓ માટે વિદેશી ઉત્પાદકો પર નિર્ભરતા છે. ત્રણ વિદેશી કંપનીઓ તેનું ઉત્પાદન કરી રહી છે, જેમાંથી બે ભારતમાં તેમની રસી વેચે છે.
તાજેતરમાં જ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સર્વ વેક્સ નામની દેશની સર્વાઇકલ કેન્સર વિરોધી રસી લોન્ચ કરી છે. આ રસી ઉત્પાદન હેઠળ છે અને હજુ સુધી બજારમાં ઉપલબ્ધ કરાઈ નથી. ક્લિનિકલ ટ્રાયલ્સમાં રસીની અસરકારકતા સાબિત થયા પછી, તેને ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ બાબતે દક્ષિણ એશિયાની બેઠકમાં, સીરમ કંપનીના સરકાર અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે માહિતી આપી હતી કે સર્વે વેક્સ રસી સીરમ કંપની 2023માં બજારમાં ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.