- ડિસેમ્બર અતંમાં ખાંડની નિકાસ વધશે
- ખાંડની સિઝન ઘણી સારી રહેવાની ધારણા
દિલ્હી- ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવે જે ખેડૂતોએ ખેતી કતરીકે શેરડી કરી છે તેમને ઘણી રાહાત થઈ શકે છે કારણ કે ખઆંડની નિકાસ વધવાની ઘારણાઓ સેવાઈ રહી છે. ખાંડની નિકાસની દ્રષ્ટિએ ભારત માટે વર્તમાન ખાંડની સિઝન ઘણી સારી રહેવાની ધારણા છે.જાણકારી અનુસાર આ વર્ષ 15 ડિસેમ્બર સુધી 82 લાખ ટન ચીની ઉત્પાદન થયું છે. આ સીજનમાં હવે તમામ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઉચ્ચ ઉત્પાદન જોવા મળે છે.
ખાંડની નિકાસ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે સુગર મિલો આર્થિક રીતે મજબૂત બનશે. જો મિલો પાસે પૈસા આવશે તો તેઓ ખેડૂતોને શેરડીના લેણાં ચૂકવી શકશે. આ રીતે ખાંડની નિકાસ વધશે તો ખેડૂતોને પણ ફાયદો થશે. છેલ્લી ખાંડની સિઝન ઓક્ટોબર 2021 થી સપ્ટેમ્બર 2022માં 111 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. સરકાર ખાંડની નિકાસ માટે ક્વોટા નક્કી કરે છે.આ સાથે જ હવે ઓક્ટોબરમાં શરૂ થયેલી વર્તમાન સિઝનમાં ડિસેમ્બરના અંત સુધીમાં 1.5 મિલિયન ટન ખાંડની નિકાસ થવાની ધારણા છે.
આ સાથે જ ખાંડના નિકાસ મામલે ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનું કહેવું છે કે બજારના અહેવાલો દર્શાવે છે કે 45 લાખથી 50 લાખ ટન ખાંડની નિકાસ માટે કરાર કરવામાં આવ્યા છે. તેમાંથી છ લાખ ટન ખાંડ બહાર મોકલવામાં આવી છે
આ સહીત હવે આ મહિનાના અંત સુધીમાં નવ લાખ ટન ખાંડની નિકાસ થવાની ધારણા છે. સરકારે માર્કેટિંગ વર્ષ 2022-23 દરમિયાન 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ સહીત કહેવામાં આવી રહ્યું છે કે રકાર આ ક્વોટા પણ વધારી શકે છે.