Site icon Revoi.in

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી રાહત,10 ઓગસ્ટ સુધી ધરપકડ નહીં

Social Share

દિલ્હી:નુપુર શર્માની અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે.નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે.આ કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ પણ જારી કરી છે. કોર્ટમાં નૂપુર શર્માના વકીલે કહ્યું કે નુપુરને સતત ધમકીઓ મળી રહી છે.

જુદા જુદા રાજ્યોમાં 9 એફઆઈઆરનો સામનો કરી રહેલી નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી માટે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.આ અંગે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

પોતાની અરજીમાં નુપુરે કહ્યું હતું કે,સુપ્રીમ કોર્ટના અવલોકનો બાદ તેમના જીવ પર ખતરો વધી ગયો છે.નૂપુરે કોર્ટ પાસે ધરપકડ પર પ્રતિબંધ મૂકવાની સાથે સાથે તમામ એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવાની અને તેમની સાથે મળીને સુનાવણી કરવાની માંગ કરી હતી.

નૂપુરના વકીલ મનિન્દર સિંહે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાની બેંચ સમક્ષ કહ્યું કે, દિલ્હીમાં પહેલી એફઆઈઆર નોંધાઈ ત્યારથી નોંધાયેલી બાકીની એફઆઈઆર એ જ કાર્યક્રમ વિશે હતી. આવી સ્થિતિમાં દિલ્હીમાં જે એક એફઆઈઆર નોંધવામાં આવી છે તેના પર કાર્યવાહી થવી જોઈએ, અન્ય તમામ એફઆઈઆર પર પ્રતિબંધ મૂકવો જોઈએ,આ સાથે જો આ જ નિવેદન સાથે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવે તો કોર્ટે તેને પણ રોકવી જોઈએ. વધુમાં જણાવાયું હતું કે,કોઈની ધરપકડ કે અટકાયત કરવી જોઈએ નહીં.જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની રક્ષક છે તેથી નૂપુરની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.