આર્થિક સંકટની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને રાહત, IMFએ ત્રણ અબજ ડોલરની લોનને મંજૂરી આપી
દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે કંગાળ પાકિસ્તાન પાસે લોકો સામે હાથ ફેલાવવા કે ભીખ માંગવા સિવાયનો માર્ ન હતો ત્યારે કંગાળ પાકિસ્તાને આઈએમએફ આગળ કરેલી કાકલૂદીઓ રંગ લાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આઈએમએફ(ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)દ્વારા હવે પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની આખરી મંજુરી આપી છે. આમ પાકિસ્તાન પર દેવાળિયા જાહેર થવાનો ખતરો પણ હાલ પૂરતો ટળી ગયો છે.
આ બાબતને લઈને વડાપ્રધાન શહેબાઝ શરીફે બેલઆઉટ કાર્યક્રમ પર ખુશી વ્યક્ત કરી હતી. શરીફે ટ્વીટ કર્યું કે IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે થોડા સમય પહેલા 3 બિલિયન યુએસ ડોલરના સ્ટેન્ડ-બાય એગ્રીમેન્ટને મંજૂરી આપી હતી. બેલઆઉટ પ્રોગ્રામ અર્થતંત્રને સ્થિર કરવાના સરકારના પ્રયાસોનું પરિણામ છે.
આ બાબતને લઈને IMFના એક અધિકારીએ જણાવ્યું કે એક્ઝિક્યુટિવ બોર્ડે પાકિસ્તાનને ટેકો આપવા માટે SDR 2,250 મિલિયન (US$3 બિલિયન) માટે નવ મહિનાની સ્ટેન્ડ-બાય વ્યવસ્થાને મંજૂરી આપી છે. IMFનું કહેવું છે કે પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે બેલઆઉટ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે.
તો બીજી તરફ પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, IMFની મંજૂરીથી US$1.2 બિલિયનની તાત્કાલિક ફાળવણી કરવામાં આવશે. બાકીની રકમ બે ત્રિમાસિક સમીક્ષા પછી તબક્કાવાર રીતે વિતરિત કરવામાં આવશે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બેલઆઉટ કાર્યક્રમ પર ખુશી વ્યક્ત કરી હતી. બેલઆઉટ પ્રોગ્રામ અર્થતંત્રને સ્થિર કરવાના સરકારના પ્રયાસોનું પરિણામ છે. IMFની મદદથી તાત્કાલિક અને મધ્યમ ગાળાના આર્થિક પડકારોને દૂર કરી શકાય છે.