Site icon Revoi.in

આજથી શાળાઓ ખુલતા રાજ્યના વાહન ચાલકોને તેજી-  80 હજારથી વધુ સ્કુલ વાહનો ફરી કાર્યરત થશે

Social Share

અમદાવાદ – છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળાઓ બંઘ રાખવામાં આવી હતી ત્યારે આજ રોજ સોમવારથી દરેક વર્ગો ખુલવા જઈ રહ્યા છે જેને લઈને સ્કુલોમાં દોડતા વાહનો ફરીથી ધમધમી ઉઠશે.

શાળઆ ઓ ખુલતા રાજ્યના 80 હજાર જેટલા વાહનો ફરીથી શઆળાઓમાં દોડ મૂકશે જેને લઈને વાહનચાલકોમાં હાશકારો જોવા મળ્યો હતો, કેટલાક સમયથી ફેરાો બંધ થતા વાહનચાલકોની આવક પર થોડી ઘણી અસર થઈ રહી હતી ત્યારે હવે તેઓએ આ નિર્ણય આવતાની સાથે જ ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેટલાક વાહન ચાલકો પોતાના પરિવારને ચલાવવા માટે સ્કુલ વર્ઘીના આટાફેરા કરતા હોય છે ત્યારે ઘણા સમયથી તેમને આવક બંધ હતી પરંતુ હવે શાળઆઓ ખુલતાની સાથે જ તેમની મહિનાની ફિક્સ આવક ફરી શરુ થશે.

જેથી હવે રાજ્યના 80 હજાર સ્કૂલવેન ચાલકોને હાશકારો થયો છે. કોરોનાના કેસની સ્થિતિ હળવી થતા ઓફલાઇન શિક્ષણ ફરજીયાત થતા જ તેઓને આ લાભ મળવા પાત્ર બનશે, ફરીથી તેમના વાહનોની વર્ધીો શરુ કરવામાં આવશે

આ સમગ્ર બાબતને લઈને સ્કૂલ વર્ધિ એસોસિએશનના પ્રમુખે જણઆવ્યું હતું કતે રાજ્યમાં 80 હજાર સ્કૂલ વાન ચાલકો જોવા મળે  છે. અમદાવાદમાં 8 હજાર 500 સ્કૂલવેન ચાલકો અને 6 હજાર 500 સ્કૂલ રીક્ષા ચાલકો મળી કુલ 15 હજાર સ્કૂલ વેન ચાલકો છે.જેઓ હવે ફરીથી પોતાના કાર્યમાં જોતરાશે તેમણે હવે પોતાનાની આવકનો સ્ત્રોત મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આ પ્રકારના વાહન ચાલકોએ પોતાનો ઘંઘો બંઘ થતાની સાથે સાઈડમાં અનેક નાના મોટા ઘઁઘા શરુ કરવા પરડ્યા હતા અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે શાળાઓ ઓફલાઈન થતા તેઓ પોતાના વાહન મારફત રોજીરોટી કમાઈ શકશે,રાજ્યભરમાં કુલ 80 હજારથી વધુ વાહનો આજથી ધમધમતા થશે