- કેન્દ્ર એ મફ્ત અનાજ વિતરણની યોજના વધારી
- 30 સપ્ટેમ્બરે આ યોજના પૂર્ણ થવાની હતી
- આ યોજનાથઈ ગરીબોને ઘણી રાહત મળશે
દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારીમાં કેન્દ્રએ ગરિબી રેખા નીચે જીવી રહેલા પરિવારોને મફ્તમાં અનાજ આપવાની યોજના બનાવી હતી, જેમાં આવા પરિવારોને ઘઉં.ચોખા,તેલ ચણા,ચણાદાળ વગેરે જેવી મફ્તમાં અપાઈ હતી જો કે આ યોજના આ મહિનાની 30 તારીખથી પૂર્ણ થવાની હતી ત્યારે હવે કેન્દ્ર એ આ યોજનાને ફરી લંબાવી છે.
જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે મફત રાશન આપવાની યોજનાને વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર એ આ યોજનાને ત્રણ મહિના માટે એટલે કે આ વર્ષના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. દેશના લગભગ 80 કરોડ ગરીબ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.આ દિવાળઈએ કર્મીઓને આ ગીફ્ટ મળશે.આ સાથે જ ત્રણ મહિના માટે ફ્રી રાશનની યોજનાને આગળ વધારવા માટે કુલ 45,000 કરોડ રૂપિયા નો ખર્ચ સરકાર કરશે. કેન્દ્ર સરકારે પોતાની પાસે જમા કરાયેલા અનાજના સ્ટોકની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નામે કરવામાં આવી હતી. આ અંતર્ગત દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત રાશન આપવામાં આવે છે.જ્યારે હવે આ વર્ષના અંત સુધી આ યોજનાનો લાભ ગરિબ પરીવારોને મળતો રહેશે.