પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થતા લોકોને રાહત, જાણો શું છે આજની નવી કિંમત
- પેટ્રોલના ભાવ રહ્યા સ્થિર
- ત્રણ દિવસથી નથી વધ્યો ભાવ
- ડિઝલની કિંમતમાં પણ થયો ઘટાડો
દિલ્હી:સરકારી પેટ્રોલિયમ કંપનીઓ વતી પેટ્રોલના ભાવમાં આજે ત્રીજા દિવસે પણ કોઈ ફેરફાર થયો નથી, જ્યારે ડીઝલની કિંમત સસ્તી થઈ છે. છેલ્લા મહિનામાં 17 જુલાઈ પછી સતત બીજા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર રહી, જ્યારે ડીઝલની કિંમત 18 પૈસાથી 20 પૈસા જેટલી ઘટી છે.
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.27 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 96.84 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.08 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 100થી વધારે છે, પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.84 રૂપિયા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ સિવાય મહાનગરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂક્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. આ પેરામીટર્સના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે કે જે ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.