- એસીડિટીને મટાડે છે આ શરબત
- પેટમાં પહોંચાડે છે ઠંડક
હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે, ગરમીથી લોકો ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા છે આવા દીવસોમાં બપોરે ઘરમી બહાર જવું એટલે ખૂબ હિમ્મતનું કામ કહેવાય અમા પણ બહારની ગરમીમાંથી જ્યારે ઘરે આવીએ છીે ત્યારે પગના તળીયા બળવા, પેટમાં લાય બરવી કે પછી આખોમાં બળતરા થવી જેવી ફરીયાદો રહે છે, આવી ગરમીમાં શરીરમે કુદરતી ખાનપાનથી ઠંડક મળે તે ખૂબ જરુંરી છે,જેથી ગરમીની બપોરથી બચવા માટે વરિયાળી અને સાકરના શરબતનું સેવન બેસ્ટ ઓપ્શન ગણવામાં આવે છે, જે તમારા પેટની ગરમી દૂર કરીને શરીરમાં ઠંકડ પહોંચાડે છે આ સાથે જ ગરમીની લૂ થી પમ બચાવે છે.
2 ગ્લાસ વરિયાળી-સાકરનું શરબત બનાવાની રીત
- 4 ચમચી – કાચી વરીયાળીને દળીને પાવડર બનાવી લેવો
- 5 ચમચી – સાકરને પણ દળી લેવી
રાત્રે એક ગ્લાસ પાણીમાં સાકર અને વરિયાળી નાખીને ગ્લાસને ઢાંકીને બહાર ઝાંકળ લાગે એ રીતે મૂકી રાખો,સવારે જાગીને આ શરબતને ગરણી વળે ગાળીલો, હવે તેનું ખાલી પેટે સેવન કરવું
જાણો વરિયાળી અને સાકરના શરબતના સેવનથી થતા ફાયદા
વરિયાળીની અને સાકરની તાસીર ઠંડી ગણાય છે જે ઉનાળામાં થતી બળતરાને દૂર કરવાનું કામ કરે છે,વરિયાળી-સાકર પેટમાં ઠંડક આપે છે.
પગના તળીયા અને આંખોમાં લાગતી લૂ થી આ શરબત આપણાને રાહત અપાવે છે.
કોઈપણ તીખુ વસ્તુ ખાધા પછી પણ તમે આ શરૂતનું સેવન કરશો તો તમને એસિડીટી થતા અટકે છે.
ખાસ કરીમને જમ્યા બાદ આપણે વરિયાળઈ ખાતા હોઈએ છીએ વરીયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે આ સિવાય વરીયાળી શરીરને લાભ પણ કરે છે. વરીયાળીનું સેવન કરવાથી શરીરમાંથી નાની મોટી બીમારીઓ દૂર થાય છે
આ શરૂબતનું સેવન કરવાથી કબજિયાત, એસિડીટીની સમસ્યા દૂર થાય છે.આ શરબતનું સેવન ગરમીના કારણે શરીર ડિહાઈટ્રેશન થતું બચાવે છે,શરીરમાં પુરતી એનર્જી આપે છે.
જો તમને ઉલટી, ઉબકાની તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરીયાળી ઉત્તમ દવા છે.આ શરબતના સેવનથી આવી નાની મોટી બીમારીઓમાં રાહત મળે છે
સામાન્ય રીતે, સાકર અને વરિયાળીનું સેવન માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે, પરંતુ તે ખોરાકને પચાવવાના સ્વરૂપમાં પણ ફાયદાકારક છે. ખાધા પછી તમારે સાકરના કેટલાક ટુકડા ખાવા જોઈએ, તે તમારા ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરશે.
આ શરબતના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે. હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થવાથી એનિમિયા, ત્વચા પીળી પડવી, ચક્કર આવવા, નબળાઈ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે વરિયાળી અને સાકરનું સેવન કરો છો,તો ઘણો ફાયદો થશે
આ સાથે જ સાકરમાં સમાયેલ ઔષધીય ગુણો અને આવશ્યક પોષક તત્વો આ પરિસ્થિતિઓમાંથી ત્વરિત રાહત આપવામાં મદદ કરે છે, આ સાથે જ વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આંખની તંદુરસ્તી વધે છે અને દ્રષ્ટિ સુધરે છે