- અકડુસીના પાન આરોગ્ય માટે ગુણકારી
- પેટના દુખાવામાં આપે છે રાહત
- કફ અને શરદીને મૂળમાંછી મટાડે છે પાનનો રસ
સામાન્ય રીતે આજની ફાસ્ટ ફૂડ ખવાતી લાઈફથી અનેક લોકોને પેટની ફરીયાદ રહે છે, પેટમાં દપખાવો,ગળબળ મરડો જેવી સમસ્યા જાણે હવે સામાન્ય બની ગઈ છે. ત્યારે અરડુસીના પાન કે જેનો ઉપયોગ અનેક દવાો તરીકે થાય છે તેની વાત કરીશું, આ અરડુસીના પાન પેટના અસહ્ય દુખાવામાં મોટી રાહત આપે છે આ સહીત તેના કેટલા એવા ઉપયોગ છે જે કારગાર સાબિત થાય છે.
અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથીમાં વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે.
અરડુસીના પાનના ઉપયોગ અને ફાયદાઓ
અરડૂસીનાં તાજા પાનને ક્રશકરીને તેનો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ખાવાથી ખાંસમીં રાહત મળે છે,અરડૂસીના રસનું સેવન કરવાથી જામેલો કફ છૂટો પડે છે
જ્યારે મોઢામાં ચાંદી પડી હોય અથવા મો આવી ગયું હોય તેવી સ્થિતિમાં અરડૂસીના પાનને ખૂબ ચાવવાથી ચાંદીના દુખાવામાં રાહત થાય છે અને ચાંદી જલ્દી મટે છે
અરડૂસી સોજો, કોઢ, તાવ, શીળસ, ગ્રહણી, વિષ, ઝાડા, કમળો, દમ, પ્રમેહ, ચામડીના રોગો, ઊલટી, ઉરઃક્ષત, આંચકી, સંધિવા, સસણી, પાયોરિયા વગેરે જેવી તમામ બીમારીઓમાં કારગાર સાબિત થાય છે
પરસવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.
અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
જ્યારે પેટમાં ખૂબજ દુખાવો થતો હોય ત્યારે 2 થી 3 અરડુૂસીનાપાનને ચાલી જવા અને તેનો રસ ગળશી જવો આમ કરવાથી થોડી જ મિનિટોમાં પેટનો દુખાવો મટે છે