ધર્મ: જીવનમાં શાંતિ અને સુખ માટે આ ત્રણ વસ્તુને અપનાવી લો
- જીવનની ખુશી માટે સૌથી સામાન્ય જરૂરીયાત
- અપનાવી લો આ ત્રણ વસ્તુ
- જીવનમાં નહીં રહે કોઈ તકલીફ
ભાગદોડવાળા જીવનમાં આજના સમયમાં મોટાભાગના લોકોને શાંતિની જરૂર હોય છે. એવી શાંતિ કે જેનાથી લોકોના મનને આરામ મળે. આવામાં ધર્મગુરુઓ તથા સાધુ-સંત લોકોના મતે જીવનમાં સુખ ને શાંતિ માટે દરેક વ્યક્તિએ માત્ર ત્રણ વસ્તુની જરૂર છે અને તે છે સારા વિચાર, સારી ભાવના અને સારા સમજણ.
જે લોકો અન્ય વ્યક્તિ માટે ખરાબ વિચારે છે, ઈર્ષ્યાની ભાવના રાખે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે, તેવા લોકોને ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી. જો સુખ-શાંતિ મેળવવા ઇચ્છો છો તો સારા વિચાર, સારી ભાવના અને સારી સમજણ આ ત્રણેય વાતો આપણાં માટે ખૂબ જ જરૂરી છે.
આપણા સૌ કોઈને ત્યારે ગુસ્સો આવી જાય છે જ્યારે કોઈ વ્યક્તિ કઈ ખોટું કરી રહ્યું હોય ત્યારે પણ જો તે સમયે ગુસ્સો કરવામાં ન આવે તે પણ મહાન વ્યક્તિની નિશાની છે.
જીવનમાં સફળ પણ તે લોકો થાય છે જેમનામાં આલોચના સાંભળવાની ક્ષમતા હોય છે અને તેમાંથી બોધપાઠ લઈને તેને જીવનમાં ઉતારે છે.