ધર્મ: જીવનમાં પરિવર્તન કેમ જરૂરી છે? શું આ પ્રકારે પણ થઈ શકે છે નુક્સાન
વિશ્વની દરેક ભાષામાં આ વિશે જણાવવામાં આવ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ વાત પર એવું કહી શકાય કે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ કાયમ રહેતી નથી. દરેક પ્રકારનો બદલાવ દરેક સ્તર પર આવતો જ હોય છે. પણ પરિવર્તન ન આવે તો શું થાય અને પરિવર્તન આવે તો તેના ફાયદા શું થાય તેના વિશે આજે આપણે જાણીશું
જ્ઞાની લોકો દ્વારા એવું આપણે હંમેશા સાંભળ્યું હશે કે સમય સમય બળવાન છે, નથી માણસ બળવાન. આ વાતને લઈને તેઓ પણ એ જ કહેવા માગે છે કે જ્યારે પણ દુખનો સમય હોય ત્યારે હતાશ ન થશો કેમ કે આ સમય કાયમ માટે રહેવાનો નથી, અને સુખનો સમય હોય તો કાબૂ ન ગુમાવશો કેમ કે આ સમય પણ કાયમ રહેવાનો નથી.
આ જ રીતે જીવનનું પરિવર્તન પણ એ જ દર્શાવે છે કે વર્તમાનને સારો બનાવવાનો પ્રયાસ કરો, તો ભવિષ્ય જાતે જ સારુ બની જશે. પણ જો પરિવર્તન જ ન આવે તો શું થાય તેના વિશે પણ જાણીશું.
જો સંસારમાં પરિવર્તન જ ન આવે તો સંસાર વિનાશ થઈ જાય. ક્યાક રાત ન થાય, ક્યાક દિવસનો દિવસ જ રહે, ક્યાંક વાતાવરણ અતિશય ગરમ થઈ જાય તો ક્યાંક અતિશય ઠંડુ થઈ જાય. ક્યાક પાણી સુકાઈ જાય તો ક્યાંક હીમશિલાઓ પીગળી જાય જો પૃથ્વી એક સમયે એક જગ્યાએ સ્થિર થઈ જાય તો. પરિવર્તન અટકી જાય તો.
પરિવર્તન અટકી જાય તો વિકાસ અટકી જાય, માણસની ઉંમર અટકી જાય.. આ ઉપરાંત એવી એવી તકલીફો થઈ શકે જેના વિશે આપણે વિચારી પણ ન શકીએ.