શિમલાઃ વિકાસ કાર્યોને કારણે ધાર્મિક સ્થળો સુધી પહોંચવું સરળ બન્યું છે પરંતુ આ સ્થળોને પિકનિક સ્પોટ તરીકે ન ગણવા જોઈએ. તેમ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું. શિવ પ્રતાપ શુક્લાએ સ્થાપના દિવસના અવસર પર હિમાચલ પ્રદેશમાં રહેતા ઉત્તરાખંડ અને ઝારખંડના લોકોને સંબોધિત કરતા કહ્યું કે ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે દિવસો અને કલાકો સુધી ચાલતા હતા પરંતુ હવે તેઓ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરે છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં પ્રાર્થના અને ધ્યાન કરે છે ત્યારે લોકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે ધાર્મિક સ્થળોનું સન્માન કરવું જોઈએ.
તેમણે દેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રએ લોકોને જોડવાના ઉદ્દેશ્ય સાથે રાજભવનમાં દરેક રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી છે. “આપણે આપણા મૂલ્યોને ભૂલવું ન જોઈએ અને વિકાસ તરફ પીઠ ન ફેરવવી જોઈએ. જો આપણે બંનેને સાથે લઈશું તો જ આપણે આપણી સંસ્કૃતિને બચાવી શકીશું.