Site icon Revoi.in

WHOના રિપોર્ટમાં થયો ખુલાસો – કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ નિવડી ‘રેમડેસિવિર’ દવા

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક વેક્સિન અને દવાઓ પર કાર્ય થઈ રહ્યું છે , આ પહેલા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર દવાઓ નો મહત્મ ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જોકે હવે એ વાત સાબિત થઈ ચૂકી છે કે, આ દવા લાંબાગાળાથી સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને ઈફેક્ટ નથી કરતી અથવા કરે છે તો પણ ન બરાબર કરે છે.

અમેરિકાની કંપની ગિલીએડની રેમડેસિવિર કોરોના દર્દીની સારવાર માટે અને જીવ બચાવવા માટે વધુ પ્રમાણમાં સક્ષમ નથી. આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને હાલમાં જ એક ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો અને રેમેડિસિવીરની સહાયથી કોરોનાના દર્દીના જીવંત રહેવાની સંભાવના ખૂબ ઓછી અને ન બરાબર છે.

કોરોનાની સારવાર માટે શરુઆતમાં આ એન્ટિવાયરલ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા અમેરીકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પની સારવારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાર સંભવિત દવાઓના રેજિમેન્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું.

આ ચાર દવાઓમાં રેમડેસિવિર હાઇડ્રોક્સીક્લોરોક્વિન, એન્ટી એચઆઈવી કોમ્બિનેશન લોપીનાવીર-રિટોનાવિર અને ઇન્ટરફેરોનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના પરિક્ષણમાં 30 દેશોના 11 હજારથી પણ વધુ પુખ્ત વયના દર્દીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

દવાઓના આ પરિક્ષણ દરમિયાનના આ અભ્યાસમાં જાણવા મળ્યું કે,હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓમાં આ દવાઓની કોઈ પણ  ખાસ અસર જોવા મળી રહી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ સૌમ્યા સ્વામિનાથે બુધવારે જણાવ્યું હતું કે, રિસર્ચ વખતે આ દવાઓ અસરકારક નથી તેવું જાણવા મળ્યું હતું કે, જૂન મહિનામાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને લોપીનાવિર-રિટોનાવિર બંધ કરવામાં આવી હતી. પરંતુ બીજા પરીક્ષણો 500 હોસ્પિટલો અને 30 દેશોમાં સતત ચાલી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, અમેરીકાનાફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 1 લી મે ના રોજ કટોકટીમાં ઉપયોગ માટે રેમડસિવિરને મંજૂરી આપી, ત્યારબાદ તેનો ઉપયોગ ઘણા દેશોમાં સત્તાવાર રીતે થઈ રહ્યો છે.

સાહીન-