Site icon Revoi.in

આંખોની રોશની વધારવાનો રામબાણ ઈલાજ: ખાનપાનમાં સમાવેશ કરો આ વસ્તુઓનો…

Social Share

આંખોની રોશની વધારવા તથા આંખોની બિમારીઓથી બચવા માટે પોષણયુક્ત ખાનપાન અને સુવ્યવસ્થિત ડાયટ ખૂબ જ જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ પણ આંખો માટે ખૂબ જરૂરી છે.

આજકાલની જીવનશૈલીમાં બાળકોથી લઈને મોટી ઉમરના લોકો બધા જ મોબાઈલ, લેપટોપ અથવા ટીવીમાં જ આખો દિવસ સમય પસાર કરે છે. જેનાથી આંખોને નુકસાન પહોંચી રહ્યું છે, અને આંખોની રોશની પણ કમજોર થઈ રહી છે. આંખોની રોશની કમજોર થવાનું આજ એક માત્ર કારણ નથી પરતું આપણી જીવનશૈલી અને આપણું ખરાબ ખાનપાન પણ જવાબદાર છે. આ માટે જ ડોક્ટર આપણને પોષણયુક્ત ખાનપાન તથા ગુણવત્તાસભર જીવનશૈલી જીવવાની સલાહ આપે છે અને તે પ્રમાણેનું ડાયટ પણ બનાવીને આપે છે.

ઘણા રિસર્ચમાં એવું સાબિત થયું છે કે જિંક, કોપર, વિટામિન સી, વિટામિન ઇ, અને કેરોટિનથી ભરપૂર ખાધપદાર્થો ખાવાથી આંખોની રોશની સંબંધીત બીમારી 25 % સુધી ઘટી જાય છે. ઓમેગા 3, ફેટી એસિડ, જેકસેનથીન, લ્યુટીન અને બીટા કેરોટિન પણ આંખો માટે ફાયદાકારક છે.

1. બદામ અને ચણા :
બદામ અને ચણામાં ઓમેગા 3 ની સાથે વિટામિન ઇ અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોની સમસ્યાઓથી તમને બચાવી શકે છે. આંખોની રોશનીને વધારે સારી બનાવવા માટે અખરોટ, કાજુ, મગફળી અને મસૂરની દાળ ખાવી જોઈએ.

2. ખાટા ફળો:
આંખોની સંભાળ માટે ખાટા ફળો પણ ઘણા ફાયદાકારક છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જેમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ હોય છે. જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. લીંબુ, સંતરા વગેરે તેના ઉતમ ઉદાહરણ છે.

3. લીલા શાકભાજી:
પત્તાવાળા લીલા શાકભાજીમાં લ્યુટીન અને જેકસીંન ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોના વિટામિન સી નો સારું માધ્યમ છે. પાલક, ગોબી, ગાજર જેવા શાકભાજી આંખોને સ્વસ્થ બનાવે છે. અને આંખોની રોશની વધારે છે.

4. ઈંડા :
ઈંડા પણ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઈંડામાં લ્યુટીન અને જેકસેથીન હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. ઈંડામાં વિટામિન સી, વિટામિન ઇ, અને જિંક ભરપૂર માત્રામાં હોય છે જે પણ આંખો માટે ફાયદાકારક છે.

5. ફિશ:
ફિશ ખાવાથી પણ આંખોની સંબંધિત સમસ્યાઓમાં પણ ઘણી રાહત જોવા મળે છે. ફિશમાં ટૂના, સેલમેન, ટ્રાઉટ, નાની સમુદ્રી ફિશ, હિલસાં ફિશ વગેરે ખૂબ ફાયદાકારક છે. ફિશનું તેલ પણ આંખ માટે ફાયદાકારક છે.

#EyeHealth #VisionCare #HealthyEyes #NutritionForEyes #EyeWellness #EyeProtection #HealthyDiet #SuperfoodsForEyes #EyeCareTips #VisualHealth #Omega3 #VitaminC #VitaminE #LeafyGreens #CitrusFruits #Almonds #EggsForHealth #FishForEyes #EyeStrengthening #PreventEyeProblems #DietAndVision #HealthyLifestyle #NaturalRemedies #EyeHealthTips