- અજમાનું પાણી પીવાથી જામેલો કફ છૂટો પડી જાય છે
- ગળાની ખરાશ પણ આ પાણીથી દૂર થાય છે
- શરદી અને ખઆસીમાં અજમાનું પાણી રાહત આપે છે
પ્રાચીન સમયથી મરી-મસાલા તેજાનાઓને આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગમાં લેવાય છે, આપણા કિચનમાં જેટલા પણ મરી મસાલા છે તે કોઈને કોઈ રીતે આપણા આરોગ્યની તંદુરસ્તી સાથે જોડાયેલા, જેમાં હરદળ, મીઠું, મેથી ,જીરુ કે પછી અજમો, આ તમામ અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ માટે વાપરવામાં આવે છે, જેમાં અજમો અનેક ગુણોથી સભર છે, અજમાં મા રહેલા ગુણો શરીરમાંથી કફ છૂટો પાડવાથી લઈને શરદીમાં રાહત આપવાનું કાર્ય કરે છે.
આ રીતે બનાવો અજમાનું પાણીઃ- એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો નાખીને તેને 10 મિનિટ સુઘી ઉકાળી લો ત્યાર બાદ તેને ગાળીલો. આ પાણી ગરમ હોય ત્યારે જ તેનું સેવન કરવું જેથી ગળાને લગતી બીમારીમાં રાહત મળશે
જાણો અજમાના પાણીથી થતા લાભ
- અજમાનું ગરમ પાણી પીવાથી ગળામાં થતા દૂખાવામાં રાહત મળે છે
- જો તમને કફ જામી ગયો હોય અને તે નીકળતો ન હોય ત્યારે એક કપ અજમાના ગરમ પાણીનું સેવન કરવું જેનાથી કફ છૂટો પડી શરદી વાટે નીકળી જશે અને તમને રાહત મળશે
- શરદી થઈ હોય ત્યારે દિવસના બે વખત અજમાના પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી નાક બંધ થયું હોય તે ખુલી જાય છે અને શરદીમાં આરામ મળે છે
- મોં માંથી જ્યારે દૂર્ગઘ આવતી હોય ત્યારે આ પાણીનું સેવન કરવાથી તેમાંથી છૂટકારો મળે છે,
- મહિલાઓને વારંવાર યૂરિન ઈન્ફેક્શનની સમસ્યા થઈ જતી હોય છે. જેથી સવારે રોજ આ પાણી પીવાથી આ સમસ્યાથી પણ છૂટકારો મળે છે.
- મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા અને વજન ઘટાડવા માટે પણ અજમાનું પાણી ઉપયોગમાં લેવાય છે.
- બોડીમાં રહેલાં ટોક્નિન્સ દૂર કરવા માટે પણ અજમાનું પાણી રામબાણ ઈલાજ સાબિત થાય છે. રોજ સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી બોડીના બધાં જ ટોક્સિન્સ દૂર થાય છે.
- પેટમાં જ્યારે દૂખાવો થાય ત્યારે અજમાના પાણીનું સેવન કરવું જોઈએ,અજમાનું પાણી પેટ દર્દમાં રાહત આપે છે.
- ગેસ થયો હોય ત્યારે પણ અજમાના પાણીનું સેવન તમને ખૂબ ફઆયદો કરાવે છએ, તેનાથી ગેસ સંબંધી તમામ સમસ્યાઓથી છૂટકારો મળે છે.