નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાય રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જારી કરાયેલી વીડિયો ક્લિપમાં ઓવૈસી કહે છે કે હું ઉત્તરપ્રદેશમાં મુખ્તર અંસારીના ઘરે ગયો. તેને લને લોકો મને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યા. હું તો અખલાકના ઘરે ગયો હતો. હું જુનૈદ અને નશીરના ઘરે પણ ગયો હતો, જેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા. તેમણે કહ્યુ છે કે જે લોકો મને ધમકીઓ આપી રહ્યા છે, હું તેમને કંઈક કહેવા માંગુ છે. હું જે દિન પર ચાલી રહ્યો છું, તે મને ચમનમાં ચાલીને મળ્યો નથી. આ દીન મને બાદશાહના મહેલોમાંથી મળ્યો નથી. આ દીન મને કર્બલાથી મળ્યો. તમે મને જાણતા નથી, તું મારા દિનને જાણતો નથી.
અસદુદ્દીન ઓવૈસી અહીં જ થંભ્યા નહીં. તેમણે કડક લહેજામાં કહ્યુ છે કે તુ મારવા માંગે તો મારી લે. મારો સમય નથી, તો હું નહીં મરું. સમય છે તો બરાબર મરીશ. તું મને શું મારી નાખીશ. હું શેતાની શક્તિઓને કહેવા માંગુ છું કે હું કોઈ મરઘીનો સંતાન નથી. બાદની સ્થિતિ તું જાણે પછી. ઓવૈસીએ કહ્યુ છે કે હું આટલી આસાનીથી જવાનો નથી. હું પીઠ દેખાડીશ નહીં. એઆઈએમઆઈએમ ચીફે કહ્યુ છે કે તું શું તારો બાપ પણ આવી જશે, તો હુ ત્યાં રોકાઈશ.
તેલંગાણામાં ભાજપના ધારાસભ્ય રાજા સિંહે કહ્યુ હતુ કે હૈદરાબાદના સાંસદને તે લોકોના પરિવારના સદસ્યો પાસેથી પણ મળવું જોઈએ, જેમની અંસારી તરફથી કથિતપણે હત્યા કરી દેવામાં આવી હતી. રાજા સિંહે એક વીડિયો જાહેર કરીને કહ્યુ કે અંસારીના મોત પર શોક વ્યક્ત કરનારા ઓવૈસી અને અન્ય નેતાઓએ એ લોકોના પરિવારના સદસ્યોનું પણ દર્દ સમજવું જોઈએ, જેની ગેંગસ્ટરથી રાજનેતા બનેલા અંસારીએ કથિતપણે હત્યા કરી દીધી હતી. તેમણે સવાલ કર્યો કે શું નેતાઓ તફથી આના જેવા લોકોના સમર્થનમાં ઉભા રહેવું યોગ્ય છે. ભાજપના ધારાસભ્યે કહ્યુ છે કે અસદુદ્દીન ઓવૈસીના મુખ્તારના ઘરે જઈને તેના મોત પર શોક વ્યક્ત કરવો શું યોગ્ય છે? લોકોએ આના સંદર્ભે વિચારવું જોઈએ.
ગત રવિવારે ઓવૈસીએ પૂર્વ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના ગાઝીપુર ખાતેના ઘરે જઈને પરિવારજનોની મુલાકાત કરી હતી. ઓવૈસીએ સોશયલ મીડિયા મંચ એક્સપર એક પોસ્ટમાં કહ્યુ કે આજે મરહૂમ મુખ્તાર અંસારીના ઘર ગાઝીપુર જઈને તેમના ખાનદાનને સથવારો આપ્યો, આ મુશ્કેલ સમયમાં અમે તેમના ખાનદાન, સમર્થક અને ચાહનારાઓની સાથે ઉભા છીએ.
તેમણે આ સંદેશમાં એક શેર પણ લખ્યો હતો કે ઈંશા અલ્લાહ ઈન અંધેરોં સા જિગર ચીરકર નૂર આયેગા, તુમ હો ફિરૌન તો મૂસા ભી જરૂર આયેગા. મઉથી 5 વખત ધારાસભ્ય રહેલા રાજનેતા મુખ્તાર અંસારીનું હાર્ટ એટકથી મોત નીપજ્યું હતું. અંસારીની લાશને શનિવારે ગાઝીપુરના કાળીબાગ કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યો. મુખ્તારના પરિવારે તેને જેલમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે.