શું તમે જાણો છો? બટાકાના યોગ્ય ઉપયોગથી આંખ નીચે બનેલા ડાર્ક સર્કલ અને ચહેરા પરના ખીલ દૂર થાય છે
- બટાકાનો કરો યોગ્ય ઉપયોગ
- ચહેરા પર થયેલા ખીલ થશે દૂર
- આંખ નીચે બનેલા ડાર્ક સર્કલ પણ થશે દૂર
બટાકા એક એવી શાકભાજી છે કે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. લોકોના ઘરે વધારે પડતા રોટલીની સાથે શાક પણ બટેકાનું બનાવવામાં આવતું હોય છે અને બટેકા એક એવી વનસ્પતિ પણ છે કે જે દરેક શાકની સાથે ભળી પણ જાય છે. બટેકાના શાકની આ તો ખાસિયત છે પરંતુ અન્ય ખાસિયત એ પણ છે કે તે આંખો નીચે બનેલા ડાર્ક સર્કલ અને ચહેરા પર થયેલા ખીલને પણ દૂર કરે છે તો જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો.
ત્વચાને સ્વસ્થ બનાવવા માટે બટાકા મદદરુપ છે. કારણ કે એમાં બ્લિચિંગ ગુણ હોય છે, જે હાયપરપીગ્મેન્ટેશનને દૂર કરી ચહેરાના સાફ બનાવે છે. સાથે જ બટાકા ચહેરાની ગંદકી દૂર કરી નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે.
બટાકાની મદદથી ચહેરાની રંગત નિખારી શકાય છે. એના ગુણના કારણે બટાકા ડાર્ક સર્કલને પણ દૂર કરવામાં મદદ કરે છે. આ ત્વચાની રંગત હલકી કરવા સાથે પોષણ આપવાનું પણ કામ કરે છે. જેનાથી ત્વચા હેલ્ધી બની જાય છે. તમે આલુનો રસ કાઢી થોડું દહીં ભેળવી શકો છો. આ પેસ્ટને આંખ નીચે ડાર્ક સર્કલ પર લગાવો અને સુકાયા પછી ફેસ ધોઈ નાખો.
બટાકા પિમ્પલ્સ જેવી વધતી ઉમરના લક્ષણને દૂર કરવામાં મદદ કરે છે. ત્યાં જ, ખીલના નિશાનને પણ હલકા કરે છે. એના માટે બટાકાથી બનાવેલ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. તમે બટાકાનો રસ કાઢી મધ અથવા દહીં નાખી દો. ત્યાર પછી એને ચહેરા પર ફેસ પેકની જેમ લગાવો અને સિકાવા દો અને ચહેરો ધોઈ લો. જો કે કેટલાક લોકોને આ ઉપાય માફક ન પણ આવે તો તે લોકોએ જાણકારોની સલાહ લેવી પણ જરૂરી છે.