નેલ પોલિશ રિમૂવરથી નહીં પણ આ ઘરેલું ઉપાયોથી નેલ પોલિશ દૂર કરો
અત્યાર સુધીમાં તમે નેલ રીમુવર વડે તમારી નેલ પોલીશ કાઢી નાખી હશે. આનાથી નેલ પેઈન્ટ એક જ વારમાં સાફ થઈ જાય છે. પરંતુ કેટલીકવાર કેમિકલયુક્ત નેલ પોલિશ રિમૂવર પણ તમારા નખ પર ખરાબ અસર કરે છે. જેથી ઘરગથ્થુ ઉપાયથી નેલપોલીશને દૂર કરી શકો છે.
- પરફ્યુમ
પરફ્યુમનો ઉપયોગ નખ પરથી નેલ પોલીશ કાઢવા માટે કરી શકાય છે. પરફ્યુમમાં 20 થી 25% આલ્કોહોલ હોય છે, જેની મદદથી નખ પરથી નેલ પોલીશ સરળતાથી દૂર કરી શકાય છે. ફક્ત તેને કોટન પર સ્પ્રે કરો અને નેલ પોલીશ પર લગાવો અને તેનાથી છુટકારો મેળવો.
- લીંબુ અને ખાવાના સોડા
તમે તમારી નેલ પોલીશને લીંબુ અને ખાવાના સોડાથી પણ કાઢી શકો છો. લીંબુમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે, જેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તમે તેની મદદથી નેલ પોલીશ પણ કાઢી શકો છો. માત્ર લીંબુના રસમાં બેકિંગ સોડા મિક્સ કરો અને પછી તેને ટિશ્યુ પેપરની મદદથી નખ પર લગાવો. તેનાથી નેલ પોલીશ સાફ થઈ શકે છે.
- ગરમ પાણી
-સૌથી પહેલા તમારી આંગળીઓને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખો. આ પછી તમારા નખ પર લીંબુ લગાવો, જેવી રીતે તમે નેલ પોલિશ રિમૂવર લગાવો છો. નેઇલ પોલીશ ઉતરી ગયા પછી, તમારા હાથ પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તેનાથી તમારા નખ સ્વસ્થ અને ચમકદાર રહેશે.
- જુની નેલ પોલીશ
તમે કહેવત તો સાંભળી જ હશે કે માત્ર લોખંડ જ લોખંડને કાપે છે, તેવી જ રીતે તમે નેલ પોલીશ વડે નેલ પેઈન્ટ પણ દૂર કરી શકો છો. આ માટે નખ પર તમારી કોઈપણ જૂની નેલ પોલીશ લગાવો. પછી તમારા નખને તરત જ રૂ અથવા કાગળના ટુવાલથી સાફ કરો.