- આંખો નીચેના ડાર્ક સર્કલને હટાવો
- અપનાવો આ સરળ રીત
- નારિયેળનો કરી શકો છો ઉપયોગ
આંખો તે શરીરની સૌથી નાજૂક જગ્યાઓમાંની એક જગ્યા છે. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો આંખોમાં નંબર આવી શકે છે અથવા આંખ નીચે ડાર્ક સર્કલ પણ આવી શકે છે અને તેના કારણે ચહેરાની સુંદરતા બગડી શકે છે. વાળને સ્વસ્થ રાખવાની સાથે નારિયેળ તેલ ત્વચાની અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે.
હેલ્ધી ડાયટ ન લેવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ બને છે. જો કોઈને ડાર્ક સર્કલની સમસ્યા છે અને ઘણા ઉપાયો અજમાવવા છતાં પણ તે ઓછી નથી થઈ રહી તો તે નારિયેળ તેલ લગાવી શકો છો.
નારિયેળનું તેલ ડાર્ક સર્કલ સહિત ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ તેલમાં થોડી હળદરનો પાવડર ઉમેરીને ડાર્ક સર્કલ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી પાણીથી ચહેરો સાફ કરો. આ ઉપરાંત બદામના તેલનો ઉપયોગ ત્વચાના ઘણા ઉત્પાદનો બનાવવામાં પણ થાય છે. જો ડાર્ક સર્કલથી છુટકારો મેળવવો હોય તો નારિયેળના તેલમાં બદામના તેલના થોડા ટીપા ઉમેરો. તેને આંખોની નીચે ડાર્ક સર્કલ પર લગાવો અને એક કલાક માટે રહેવા દો. આ તેલને રાત્રે સૂતા પહેલા પણ લગાવી શકો છો. સવારે ઉઠીને પાણીથી ચહેરો સાફ કરો.