હોલિકા દહન પહેલા ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ,નહીં તો થઈ જશો કંગાળ
હોળીનો તહેવાર આ વખતે 8 માર્ચે ઉજવવામાં આવશે.રંગોના તહેવાર પહેલા હોલિકા દહન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ વખતે હોલિકા દહન 7 માર્ચે મનાવાશે.માન્યતાઓ અનુસાર, હોલિકા દહન પહેલા ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કરીને હોલિકા દહનની અગ્નિમાં નકારાત્મકતાને બાળીને ઘરનું વાતાવરણ સકારાત્મક બની શકે. તો ચાલો અમે તમને જણાવીએ એવી વસ્તુઓ જેને હોલિકા દહન પહેલા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.
જૂના કપડાં
હોલિકા દહન પહેલા જરૂરિયાતમંદ લોકોને જૂના કપડા દાન કરો.વાસ્તુ માન્યતાઓ અનુસાર, તમે જે કપડાંનો ઉપયોગ નથી કરતા તે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
બુટ-ચંપલ
હોળીની સફાઈ દરમિયાન ઘરમાંથી જૂના બુટ અને ચપ્પલ કાઢી નાખો.તૂટેલા બુટ અને ચપ્પલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.એટલા માટે હોલિકા દહન પહેલા આ વસ્તુઓને તમારા ઘરમાંથી બહાર કાઢો.
તૂટેલી તસ્વીર
હોલિકા દહન પહેલા જો ઘરમાં કોઈ તૂટેલી તસવીર હોય તો તેને પણ ઘરની બહાર કાઢી લો. માન્યતાઓ અનુસાર, આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. જો મંદિરમાં ભગવાનની કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને પહેલા ઘરની બહાર કાઢીને પાણીમાં વહેવડાવી દો.