- લીંબુનો કરો આ રીતે ઉપયોગ
- સ્કિનની સમસ્યામાંથી મળશે રાહત
- લીંબુના છે અનેક પ્રકારના ફાયદા
ક્યારેક ક્યારેક લોકોને સ્કિનની લગતી સમસ્યાઓ થતી હોય છે. કારણ છે કે ક્યારેક શરીરના કોઈ ભાગમાં પાણી રહી જાય તો ત્યાં સ્કિનની લગતી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા લોકોને વધારે હેરાન પરેશાન કરતી હોય છે. તો હવે આ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
વાત એવી છે કે લીંબુનો જો સદઉપયોગ કરવામાં આવે તો તે વરદાન સમાન છે. કદાચ મોટાભાગના લોકો જાણતા નહીં હોય. આ એક બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે. સાથે જ તેમાંથી ભરપૂર વિટામિન સી પણ મળી રહે છે. આ બંને તત્વ સ્કિન માટે બહુ જ જરૂરી છે.
લીંબુનો ફેસવોશ તરીકે ઉપયોગ કરવો હોય તો આ રીતે પણ કરી શકાય છે. કોફી પાઉડરમાં એન્ટીઓક્સીડેન્ટ અને એક્સફોલિએટ ગુણ હોય છે. જે સ્કિનના ડેડ સેલ્સ દૂર કરવામાં મદદ કરે છે. કોફીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. હળવા હાથે મસાજ કરી ફેસ વોશ કરી લો. લીંબુનો ઉપયોગ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ઝડપથી દૂર થઈ જાય છે અને સ્કિન ક્લિન અને ફેર બને છે. સાથે જ લીંબુમાં રહેલું વિટામિન સી ફ્રી રેડિકલ્સથી થતાં નુકશાનથી પણ બચાવે છે. તો ચાલો જાણી લો લીંબુમાં કઈ વસ્તુ મિક્સ કરીને ફેસ પર લગાવી શકાય છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો બેકિંગ સોડા સ્કિનના ડાઘ-ધબ્બા સાફ કરવા અને ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ એક્સફોલિએટરનું કામ કરે છે. સ્કિન માટે તે બહુ જ લાભકારી પણ છે. લીંબુના રસમાં થોડો બેકિંગ સોડ મિક્સ કરીને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો અને પછી પાણીથી ફેસ સાફ કરી લો.