Site icon Revoi.in

સફેદવાળને મૂળમાંથી બનાવો કાળા, માત્ર આટલું કરવાથી સફેદવાળની સમસ્યા થશે દૂર

Social Share

આજકાલના સમયમાં મોટાભાગના લોકોને નાની ઉંમરે સફેદવાળ આવી જવાની સમસ્યા થતી હોય છે. આ પાછળ કેટલાક કારણો હોઈ શકે છે પણ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. નાળિયેરનું તેલ અને લીંબુ – જો આ બે વસ્તુને મિક્સ કરીને તેલ બનાવવામાં આવે અને પછી તેને માથાની સોફ્ટ સ્કિન પર લગાવવામાં આવે તો સફેદવાળથી રાહત મળે છે.

આ તેલને બનાવવાની રીત એ છે કે નાળિયેરના તેલને થોડુ ગરમ કરો અને તેમાં પછી લીંબુના રસને મિક્સ કરી દો. આ તેલથી માથામાં અઠવાડિયામાં 2-3 વાર રાતે માલીશ કરો અને સવારે તેને શેમ્પુથી ધોઈ નાખો.

સાથે જો વાત કરવામાં આવે આમળાનો પાવડર અને નાળિયેરનું તેલ તો તે પણ સફેદવાળને મુળમાંથી આવતા રોકે છે અને વાળને કાળા રાખવામાં મદદ કરે છે. આમળાનો પાવડર અને નાળિયેરનું તેલ બંન્નેને મિક્સ કરીને બનાવવાની રીત પણ લોકોએ જાણવા જેવી છે. એક વાસણમાં 4 ચમચી નાળિયેરનું તેલ અને બે ચમચી આમળાનો પાવડર લઈ તેને ગરમ કરો. અને આને રાતે લગાવ્યા પછી તેને શેમ્પુથી સવારે ધોઈ નાખો.

સફેદવાળને મુળમાંથી કાળા કરવા માટે લીમડાના મીઠા પાંદડા પણ ઉપયોગી છે. જો તેનો પણ આ રીતે ઉપયોગ કરવામાં આવે જેમ આમળાના પાઉડર અને લીંબુનો કરવામાં આવે છે.. તો મીઠો લીમડો પણ કારગર છે અને સફેદવાળની સમસ્યામાંથી રાહત આપે છે.