- મોરબીનો સિરામિક ઉધોગ
- ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવમાં કર્યો વધારો
- 20થી 25 ટકાનો ભાવ વધારો કર્યો
- એક્સપોર્ટમાં ઘટાડો થવાની શક્યતા
મોરબી: દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની સાથે સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે જેના કારણે હવે સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ રહી છે. વાત એવી છે કે મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ગેસના ભાવમાં સતત વધારો થયો હોવાના કારણે રો-મટીરીયલમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો 20થી 25 ટકા જેટલો છે.
સિરામિક ઉધોગકારોએ ટાઈલ્સના ભાવમાં 20થી 25 ટકાનો ભાવ વધારો કર્યો છે, જેમાં વિત્રીફાઈડ ટાઈલ્સ 24 રૂપિયામાં મળતી હતી તે હવે 27 માં મળશે. તો મોરબી સિરામિકમાં વર્ષે 50000 કરોડ ટાઈલ્સનું ટનઓવર હતું. આ ભાવ વધારાથી 25થી 30 ટકા ઉત્પાદનમાં પણ કાપ આવશે, તો એક્સપોર્ટમાં પણ ધટાડો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેથી સિરામિક ઉધોગકારોએ અન્ય ગેસ કંપનીનો ગેસ વાપરવાની છુટ આપે તેવી આશા સિરામિક ઉધોગકારો રાખી રહ્યા છે.
જાણકારી અનુસાર તહેવારના સમયે આ પ્રકારનો ભાવ વધારો થતા જે લોકો પોતાનું ઘર રિનોવેટ કરાવવાનું વિચારી રહ્યા હોય તે લોકોએ પોતાના પ્લાનને થોડા સમય માટે માંડી વાળવો પડશે કેમ કે આ પ્રકારે ભાવ વધતા અન્ય વસ્તુઓમાં પણ ભાવ વધી શકે છે ને અન્ય બજેટ પણ ખોરવાઈ શકે છે.