Site icon Revoi.in

જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની પત્ની લિઝેલનું જબરદસ્ત ટ્રાન્સફોર્રેમેશન- તમે પણ જોઈને કહેશો વાહ, અનેક લોકો કરી રહ્યા છે પ્રશંસા

Social Share

 

મુંબઈઃ બોલિવૂડ જગતમાં આજકાલ અનેક લોકો પોતાને ફિટ રાખવા માટે સખ્ત મહેનત કરી રહ્યા છે અને તાજેતરમાં ઘણા સેલિબ્રીટીઓ એવા જોવા મળ્યા છે કે જેમણે હેવી  વેઈટને કંટ્રોલ કરીને જબરદસ્ત ટ્રાન્ફઓર્મેશન કર્યું છે, કેટલાક લોકોએ એટલી હદે વેઈટ લોસ કર્યો છે કે જે જોઈને સૌ કોઈ નવાઈ પામે , ત્યારે ટૂંક સમય પહેલા રામ કપૂર ત્યાર બાદ ભારતી સિંહ અને હવે આ શ્રેણીમાં કોરિયોગ્રોફર રેમો ડિસોઝાની પત્નીનો પણ સમાવેશ થયો છે.

તાજેતરમાં જ કોરિયોગ્રાફર-ડિરેક્ટર રેમો ડિસોઝાએ તેની પત્ની લિઝેલ ડિસોઝાના વેઈટ લોક કર્યાના ફોટ  પોસ્ટ કર્યા હતા જેણે દરેકને ચોંકાવી દીધા હતા. રેમોએ પત્ની લિઝેલના બે ફોટો સાશિયલ મીડિયા પર શેર કર્યા છે. પહેલી તસવીરમાં તેનું વજન વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે બીજી તસવીર હવે  લિઝેલ એકદમ ફિટ  જોવા મળે છે.

રેમોની પત્ને પહેલા કરતા હવે જોઈને તમને પણ ખૂબ જ નવાઈ લાગશે. કોરિયોગ્રાફરે પત્નીની ખૂબ જ પ્રશંસા કરી છે અને કહ્યું કે તેણે ખૂબ મહેનત કરી છે. તેના માટે વજન ઉતારવું એટલે પોતાની સાથે લડાઈ કરવા જેવું હતું. રેમોએ કેપ્શનમાં લખ્યું, ‘અહીં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ સૌથી મોટી લડાઈ તમારી સાથે પોતાની જ હોય. છે. મેં લિઝેલને આ જંગ લડતા અને અશક્ય વસ્તુઓને શક્ય બનાવતા જોયા છે.

https://www.instagram.com/remodsouza/?utm_source=ig_embed&ig_rid=8fff2f76-3a2a-4dca-817f-a100a41c68a6

રેમો આગળ લખે છે કે ‘હું હંમેશા કહેતો હતો કે આ તમારા દિમાગમાં છે, તમારે મજબૂત બનવું પડશે અને લિઝ તમે આ કરી બતાવ્યું છે. મને તમારા પર ગર્વ છે. તમે મારા કરતા મજબૂત છો, તમે મારી પ્રેરણા છો. લવ યુ. ‘જોકે, લિઝેલને તેની વજન ઘટાડવાની સફર માટે ઘણી પ્રશંસા મળી રહી છે.અભિનેતા વરુણ ધવને લખ્યું- ‘વાહ લિજલ.’ જયભાનુશાલી લખે છે, ‘વાહ સુપર્બ લિઝેલ.’ આ સાથે, સાકીબ સલીમ, શમા સિકંદર, આમિર અલી અને ટેરેન્સ સહિત અન્ય લોકો દ્વારા લિઝેલની પ્રશંસા કરી રહ્યા છે

ખરેખર ફોટોઝમાં જોઈ શકાય છે કે લિઝેલનું વજન પહેલા ખૂબજ હેવી હતું હવે તે એકદમ ફિટ અને સુંદર દેખાઈ રહી છે જેને લોકો પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે,અનેક લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ જ વખામ કરી રહ્યા છે.