Site icon Revoi.in

જાણીતા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં નિધન – PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Social Share

દિલ્હીઃ- આજે ઉદ્યાગ જગતને એક મોટી ખોટ પડી છે, ટાટા ગૃપ સાથે જોડાયેલું એક નામ આજે કાયમ માટે મટી જવા પામ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. 

મળતી વધુ વિગત પ્રમાણે જાણીતા ઉદ્યાગપતિને આ અકસ્માત મુંબઈને અડીને આવેલા પાલઘરમાં સર્જાયો હતો જે બાદ સારવાર માટે મિસ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે  ઘટના સમયે તેમની કારની સ્પીડ ખૂબ જ વધુ  હતી, ત્યારબાદ તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ડ્રાઇવર વાહન ચલાવી રહ્યો હતો અને તે સમયે કારમાં ચાર લોકો હતા.

જાણકારી પ્રમાણે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન  અંદાજે 3 સાડા ત્રણ વાગ્યે આસપાસ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં 4 લોકો સવાર હતા. બેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તેમના મૃત્યુને લઈને તેમના નજીકના સગાસંબઘીઓ તેમજ ઉદ્યાગ જગતમાં શોકની લાગણી છવાય છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે  કે સાયરસ મિસ્ત્રીનું અકાળ અવસાન આઘાતજનક છે. “તેઓ એક સારા બિઝનેસ લીડર હતા જેમને ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ હતો. તેમની વિદાય વાણિજ્ય અને ઉદ્યોગ માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.”આ સાથે જ વડાપ્રધાન ઉપરાંત અનેક મોટી હસ્તીઓએ સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.