Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓનું મરામત કામ હાથ ધરાયું

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ તૂટી ગયા છે. મોટાભાગના રોડ-રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. અને ઉબડ ખાબડ રોજને લીધે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે મેઘરાજાએ વિદાય લેતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ-રસ્તાઓના મરામતના કામો હાથ ધરવામાં આવ્યા છે.ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી દિવસ તેમજ રાત્રિ દરમિયાન પુરજોશમાં કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તૂટી ગયેલા રોડ પર ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વઢવાણ – ફૂલગ્રામ રોડ, ધાંગધ્રા – કુડા – ટીકર – ઘાટીલા રોડ, થાનગઢ – મનડાસર રોડ, મુળી તાલુકામાં મુળી – વગડીયા – થાનગઢ રોડ, કુકડા – ગૌતમગઢ રોડ, ટીકર – પાંડવરા રોડ, કુંતલપુર – લિયા રોડ, થળા – ભરાડા – વસાડવા રોડ, લખતર તાલુકામાં ગેથળા હનુમાનથી આદલસર રોડ, સાયલા તાલુકામાં રતનપર – સોનપરી રોડ, કરોલ – ચુડા ચોકડી, કોરડા, સુદામડા રોડ, ખોડુ, પ્રાણગઢ, ચામરાજ રોડ, પીપરળી – નાની મોરસલ – નાનાં પાળીયાદ – ચોટીલા રોડ, બામણબોર બાયપાસ જુનો નેશનલ હાઇવે રોડ,રાજકોટ હાઇવેથી ભીમગઢ, ભીમગઢ એપ્રોચ રોડ, સ્ટેટ હાઈવે થી રાયસંગપુર – ભવાનીગઢ – વગડીયા રોડ, પાટડી તાલુકામાં ફૂલકી – પાટડી – ખારાઘોડા – ઓડુ રોડ, બજાણા – નાનાં ગોરૈયા રોડ, તરણેતર – ખાખરાથાળ – વગડીયા રોડ, છરાદ રોડ, વડગામ – આદરીયાણા રોડ, ધાંગધ્રા શહેરી વિસ્તાર સહીત જુદા જુદા ગામો – વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.