Site icon Revoi.in

રાજ્યમાં સાગમટે 66 ડીવાયએસપીની બદલી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ચૂંટણીપંચ દ્વારા પણ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સરકારી અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ગૃહવિભાગ દ્વારા 62 જેટલા ડીવાયએસપીની સાગમટે બદલીઓ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બદલી અને બઢતીનો દોર હજી યથાવત છે, જેના અનુસંધાને ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એક ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

આ આદેશ પ્રમાણે ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં, બી.વી પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં, અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.

(PHOTO-FILE)