1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડચ કંપનીનાં પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડચ કંપનીનાં પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડચ કંપનીનાં પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત લીધી

0
Social Share

અમદાવાદઃ ફરમેનિશ કંપનીનાં ભારતનાં પ્રેસીડેન્ટ રાહુલ જલાને મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની  હ્યુમન ન્યૂટ્રીશન, અનિમલ ન્યૂટ્રીશન, પ્રફ્યુમરી અને ટેક્સ્ચર પ્રોડક્ટસનાં ઉત્પાદનમાં કાર્યરત છે.

તેમણે કંપનીનાં દહેજ સ્થિત પ્લાંટનાં ઓપરેશન માટે રાજ્ય સરકારનાં સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની પ્રોએક્ટીવ પોલિસીઝનાં વખાણ કરતાં કહ્યું રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. આ માટે તેમણે રાજ્ય સરકાર સાથે MoU કરવાની મનશા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીનાં મુખ્યઅગ્ર સચિવ કે. કૈલાશનાથ, મુખ્યસચિવ રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, એસ.જે.હૈદર તેમજ વરિષ્ઠ સચિવઓ જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code