Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ લીંબડી ખાતે યોજાશે, કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો પ્રજાકસત્તાક પર્વ આ વખતે લીમડી ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઊજવણીની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે લીંબડી ખાતે યોજાશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં દરેક વિભાગે કઈ કામગીરી કરવાની છે. તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. લીબડી શહેર અને તાલુકાના લોકો આ રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત રહે તે માટે સુચન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાએ જિલ્લા કક્ષાના આ પર્વની શાનદાર ઊજવણી કરવા માટે દરેક વિભાગોને પોતાના વિભાગની લાગુ પડતી કામગીરી સુપેરે નિભાવી રાષ્ટ્રીય પર્વની ઊજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ તૈયાર કરવા તેમજ ટેબ્લો પ્રદર્શન ગોઠવવા અંગે પણ સંબંધિત અધિકારીઓને કલેક્ટરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, પરેડ નિરીક્ષણ, વિવિધ વિભાગોના સ્ટોલ અને ટેબ્લો પ્રદર્શન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પૂર્વ સંધ્યાએ રોશની, કાયદો, વીજ પુરવઠો સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. રાયજાદા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.