હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે
જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કરવામાં આવ્યું હતું. . .
સંશોધનમાં શું સામે આવ્યું ?
હાર્ટ એટેકના વધતા જતા કેસોએ બધાને ડરાવી દીધા છે. જેને લઇ બચવા માટે એક્ટીવ રહેવાની અને જીવનશૈલીમાં સુધારો કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ પ્રાથમિક સારવાર જાણવી પણ મહત્વપૂર્ણ છે. રિસર્ચમાં સંશોધકોએ જણાવ્યું હતું કે, એસ્પિરિન હાર્ટ એટેકથી મૃત્યુને રોકવા માટે સસ્તી અને અસરકારક રીત છે. લક્ષણો દેખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. .
આ રીતે એસ્પિરિન લો
સંશોધકોએ જણાવ્યું હતું કે એસ્પિરિન લીધા પછી બચાવની અન્ય પદ્ધતિઓ ધ્યાનમાં લેવી જોઈએ. જો તમને ક્યારેય એવું લાગે કે છાતીમાં દુખાવો હાર્ટ એટેક હોઈ શકે છે, તો જીભની નીચે 325 મિલિગ્રામ એસ્પિરિન મૂકો અથવા તેને ચાવો. આમ કરવાથી તરત જ ફાયદો થશે. તમે તેને પાણીમાં મિક્સ કરીને પણ પી શકો છો.
(આ લેખ સામાન્ય જાણકારી માટે છે, તે કોઇપણ રીતે દવા કે ઇલાજનો વિકલ્પ નથી, સ્વાસ્થ્યને લગતી કોઇપણ સમસ્યા જણાય તો તુરંત ડોક્ટર્સનો સંપર્ક કરો )