જ્યોર્જિયાની યૂનિવર્સિટીનું સંશોધન – કોરોના વાયરસને અટકાવવા માટે સ્વચ્છતાની સાથે ખુલી હવા પણ જરુરી
- એક રિસર્ચ મુજબકોરોના વાયરસ અંગે થયો ખુલાસો
- વાયરસને અટકાવવા માટે સ્વચ્છતાની સાથે ખુલી હવા પણ જરુરી
- બંઘ જગ્યાઓ અને ખરાબ વાતાવરણમાં સંક્રમણ વધુ ફેલાય છે
- જ્યોર્જિયા યુનિવર્સિટીએ કર્યું સંશોધન
- જેએએમએ ઇન્ટરનલ મેડિસિન અને ઇન્ડિયા સાયન્સ વાયરમાં રિસર્ચ પ્રકાશિત
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસને લઈને અનેક સંશોઘનો અને ચર્ચાઓ થઈ રહી છે, વેક્સિનની બાબતે અનેક કામકાજ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે કોરોના વાયરસને લઈને એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે, જ્યોર્જિયા યુનિવર્સિટીએ હવામાં કોરોના વાયરસના ફેલાવવાને લઈને અને બંધ જગ્યામાં તેના વઘુ સંક્રમણ ફેલાવા અંગે એક સંશોધન કર્યું છે.
જ્યોર્જિયા યુનિવર્સિટીના આ સંશોધન મુજબ, બંધ જગ્યાઓ અને ખરાબ હવાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાય છે. આ સાથે જ આ રિસર્ચમાં જણાવાયું છે કે, કોરોના વાયરસ પણ બંધ જગ્યાઓએ હવા દ્વારા ફેલાય શકે છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે, કે કોરોના વાયરસથી કોઈપણ ગમે ત્યારે તેનો ભોગ બની શકે છે. જોકે સમગ્ર વિશ્વમાં હવા દ્વારા વાયરસનું સંક્રમણ લાંબા સમયથી શંકાસ્પદ રહ્યું છે, પરંતુ કેટલાક મર્યાદિત અનુભવના આધારે, આ સંશોધન દાવો કરે છે કે, મહામારીનો આ વાયરસ અનેક લાંબા અંતરથી પણ હવા દ્રારા ફેલાઈ છે
આ રિસર્ચમા મહત્વની ભૂમિકા ભજવનારા એસોસિએટ પ્રોફેસર યે શેન ના કહ્યા પ્રમાણે, જોવા મળી રહ્યું છે કે, કોરોના સંક્રમણ ફેલાવવાનું સૌથી મોટૂ કારણ નજીકના સંબધોથી બુંદોના માધ્યમથી વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે, સતત હાથ ધોવા અને સામાજિક અંતરની કોઈ અસર વિશ્વભરમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં સફળ રહ્યા નથી. કોરોનાના કેસ સમગ્ર વિશ્વમાં ઝડપી ગતિએ વધી રહ્યા છે.
શોધકર્તાઓ એ એક પ્રયોગ કર્યો હતો, જેમાં બે લોકોના સમૂહને બે ભાગમાં ખુલામાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું, જેમાં બન્ને સમૂહને જુદી-જુદી બસમાં લઈને કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા, બન્ને બસને બરાબર બંઘ કરવામાં આવી હતી ,એસી સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. જેમાં એક બસમાં એક કોરોનાના દર્દીને પણ બેસાડવામાં આવ્યો હતો.
હવે જે બસમાં કોરોનાનો દર્દી બેસ્યો હતો તે બસના લોકો કોરોનાથી વધુ પ્રભાવિત થયા હતા, ત્યાર બાદ પ્રાર્થના સભામાં પહોંચતા તમામ લોકોને ખુલ્લા વાતાવરણ બેસાડવામાં આવ્યો અને સાથે કોરોનાનો દર્દી પણ ત્યા હતો. પરંતુ ત્યારે કુલી હવામાં લોકોને વાયરસનું સંક્રમણ ઓછુ ફેલાયું, તેથી સાબિત થયું કે ખુલી હવામામં કોરોના ઓછો ફેલાઈ છે જ્યારે બંઘ જગ્યાઓમાં તેના ફેલાવાનાન ચાન્સ વધુ હોય છે
આ અધ્યયન દ્વારા ફેસ માસ્કની તરફેણમાં ખાતરીપૂર્વક પુરાવા આપવામાં આવ્યા છે, પરંતુ બંધ જગ્યાઓ અને ખરાબ વાતાવરણ સાથે હવાના પ્રસારની નબળી પદ્ધતિઓ વાયરસને ઝડપી ટ્રાન્સમિશન કરી શકે છે. આ લેખ જેએએમએ ઇન્ટરનલ મેડિસિન અને ઇન્ડિયા સાયન્સ વાયર દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સાહીન-