ભારત-શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુ પર થશે રિસર્ચ, પુરાતત્વ સર્વેક્ષણએ આપી મંજૂરી
દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુના રિસર્સને લઈને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ મંજૂરી આપી છે. જેથી રામ સેતુ કેટલો જૂનોછે અને તેને કેવી રીતે બનાવવામાં આવ્યો હતો તે જાણી શકાશે. આ રિસર્સના માધ્યમથી રામાયણકાળનો ચોક્કસ સમયગાળો પણ નક્કી કરવામાં મદદ મળી રહેશે.
એક રિપોર્ટ અનુસાર સીએસઆઈઆર (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી) ગોવા દ્વારા રિસર્સ કરવામાં આવશે. સીએસઆઈઆરએ શોધ કરશે કે ભારત અને શ્રીલંકા વચ્ચે છીછરી સમુદ્રી સપાટી જેને રામ સેતુ કહેવામાં આવે છે, તેનો નિર્માણ ક્યા સમયગાળામાં થયો. જીયોલોજિકલ ટાઇમ સ્કેલ અને અન્ય સહાયક પર્યાવરણીય ડેટા દ્વારા આ પુલનો અભ્યાસ કરાશે.
એનઆઈઓના ડિરેક્ટર પ્રો સુનિલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, આ રિસર્ચ પુરાતાત્વિક પ્રાચીન વસ્તુઓ, રેડિયોમેટ્રિક અને થર્મોલ્યૂમિનિસેન્સ (TAL) પર આધારિત હશે આ સ્ટ્રક્ચરમાં કોરલ્સ અને પ્યૂલિસ પત્થરો મોટી સંખ્યામાં છે. કોરલ્સમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જેથી અમે આ સમગ્ર પુલની ઉંમરને જાણી શકીશું.