- આતંકવાદ પીડિત બાળકોને સહાય
- જમ્મુ કાશ્મીરમાં આ બાળકોને MBBS-BDSમાં અપાશે અનામત
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 અસરહીન કરવામાં આવી છે ત્યારથી કેન્દ્ર સરકાર સતત સ્થાનિક લોકો માટે વિકાસના કાર્ય કરી રહી છે,શિક્ષણ હોય કે તબીબી ક્ષેત્ર હોય સરકારના અથાગ પ્રયત્નો રહ્યા છે કે કાષશ્મીરના છેવાડા સુધી ગરેકને સહાય મળી રહે છે,કોરોના કાળમાં પણ રસીકરણ મામલે સરકારે જમ્મુ કાશ્મીર પર ઘમુ કાર્ય કર્યું છે ત્યારે હવે અહી આતંકવાદથી પીડિત બાળકો માટે પણ સરકારે સરહાનિય કાર્ય કર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદથી પ્રભાવિત બાળકોની પડખે હવે સરાકર આવી છે કાશ્મીર જેવા ખીણ વિસ્તારમાં આતંકવાદથી પ્રભાવિત બાળકોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં પ્રવેશ માટે અનામત આપવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશને આ બાબતને લઈને એક આદેશ જારી કર્યો છે. આદેશપ્રમાણે, આતંકવાદથી પ્રભાવિત વિદ્યાર્થીઓને કેન્દ્રીય પૂલ સિસ્ટમ અતંર્ગત રાજ્યમાં MBBS અને BDS બેઠકોમાં અનામત મળશે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર બોર્ડ ઑફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એ શૈક્ષણિક વર્ષ 2022 માટે “આતંકવાદી પીડિતો” ના જીવનસાથી અથવા બાળકો માટે કેન્દ્રીય પૂલમાંથી MBBS અને BDS બેઠકોની ફાળવણી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવી છે.
આ અનામતમાં નિયમ પ્રમાણે એવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે જેમના માતા-પિતા બંને આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા છે અને ત્યારબાદ એવા પરિવારોના બાળકો છે અને જેમના ઘરમાં એક માત્ર કમાનાર આતંકીઓ વતી માર્યા ગયા છે તેઓને પ્રાથમિકતા અપાશે.જો ત્રીજી પ્રાથમિકતા વિશે વાત કરીએ તો તેમાં આતંકવાદીઓ દ્વારા સ્થાયી વિકલાંગતા અને ગંભીર ઈજાગ્રસ્ત પીડિતોના વોર્ડની હશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે આ સાથે જ આતંકવાદથી પ્રભાવિત વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ સિવાય તેમણે ક્વોટા માટે અલગથી અરજી કરવાની રહેશે. અરજદારોમાંથી મેરિટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે સેન્ટ્રલ પૂલ હેઠળની અરજીઓ 11 નવેમ્બરથી શરૂ થનાર છે.