Site icon Revoi.in

વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં 8 જેટલી સોસાયટીઓમાં મતદાનનો બહિષ્કારના બેનર્સ

Social Share

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. અથવા જે તે વિસ્તારોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલાય નથી. એવા વિસ્તારના નાગરિકો ચૂંટણી ટાણે મોરચો માંડીને ઉમેદવારો પાસેથી પ્રશ્નો ઉકેલવાની ખાતરી મેળવતા હોય છે. વડાદરામાં કારેલીબાગ વિસ્તારની આઠ જેટલી સોસાયટીના લોકોએ પણ ચૂંટણી બહિષ્કારના બનર્સ લગાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા  મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોથી નારાજ નાગરિકોએ રાજકીય પાર્ટીઓ સામે નારાજગી દર્શાવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના લોકોએ બેનરો લગાવી નારાજગી દર્શાવી છે. સોસાયટીઓની બહાર લાગતા શાકમાર્કેટોથી નાગરિકો ભારે પરેશાન છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીઓના રહીશો દ્વારા મતદાનના બહિષ્કારના બેનર લગાવી દેવામાં છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. શાક માર્કેટ અને લારી-ગલ્લાના દબાણને કારણે સ્થાનિકો હેરાન છે. અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી સોસાયટીઓ બહાર બેનર્સ લગાવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતુંકે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંઆવેલી કલાકુંજ-1, 3, હરિકૃપા સોસાયટી, અજિતનાથ, નિર્વાણ ફ્લેટ, ધનલક્ષ્મી સોસાયટી, સુકાન ફ્લેટ સહિતના લોકો પરેશાન છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે  મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી તો  શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતુ હોવાથી ટ્રાફિકજામ થાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરે છે. આ શાક માર્કેટ હટાવવાની અમારી માંગ છે.