Site icon Revoi.in

કલોલ પાલિકામાં ભાજપના નારાજ જુથના 12 સભ્યોના રાજીનામાં

Social Share

ગાંધીનગરઃ કલોક નગરપાલિકામાં ભાજપની ભાંજગડ જોવા મળી રહી છે. અને નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે. 12 જેટલા સભ્યોએ પક્ષને રાજીનામાં ધરી દીધા છે. એટલે નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલો પ્રદેશ કક્ષા સુધી પહોંચતાં નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઇ રહ્યા છે. કલોલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવાના થતા વિકાસકામોના ટેન્ડરમાં રી-ટેન્ડરિંગના નિર્ણય સામે વિરોધ અને તે પછી થયેલા લાફાકાંડના પગલે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ભાજપના સભ્યોની પ્રેશર ટેકનીકથી પ્રદેશના નેતાઓ ગુસ્સે ભરાયા છે.

ભાજપની ઈમેજ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. તેનું બ્રાન્ડિંગ પણ માર્કેટિંગ પણ એ જ રીતે કરવામાં આવે છે. ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીમાં ગત લોકસભાની ચૂંટણી બાદથી તિરાડો જોવા મળી રહી છે. પાર્ટીમાં દબાયેલા અવાજો બહાર આવીને વિરોધના સૂર આલાપવા લાગ્યા છે. કલોક નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે વૈમનસ્ય સર્જાયું છે.  12 સભ્યોના રાજીનામા પડ્યા છે. ભાજપના સભ્યોએ અપનાવેલી પ્રેશર ટેકનિકથી ભાજપનું મોવડી મંડળ ગુસ્સે ભરાયું છે. કમલમના નેતાએ  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મતવિસ્તારની કલોલ નગરપાલિકા હોવાના કારણે અમિત શાહ ને પૂછ્યા બાદ આખરી નિર્ણય કરશે.

કલોલના નગરપાલિકાના સભ્યોના રાજીનામાનો મામલો હવે વેગ પકડી રહ્યો છે. કલોલ પાલિકામાં લાફાકાંડના પડઘા પડ્યા છે. સ્ટેન્ડીંગ ચેરમેન સહિત ભાજપના 12 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા. કલોલ પાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામા પડ્યા છે. અને હજી વધુ 8 રાજીનામાં આવવાની શક્યતા છે. ત્યારે આ પગલાથી કલોલ નગરપાલિકામાં BJP લઘુમતીમાં આવી શકે છે. આ રાજીનામાં મંજૂર થશે તો ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે. જોકે, આ મામલો પ્રદેશ કક્ષા સુધી પહોંચતાં નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઇ રહ્યા છે.

કલોલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવાના થતા વિકાસકામોના ટેન્ડરમાં રી-ટેન્ડરિંગના નિર્ણય સામે વિરોધ અને તે પછી થયેલા લાફાકાંડના પગલે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કુલ 44 બેઠકો પૈકી 33 બેઠકો ભાજપ અને 11 બેઠકો કોંગ્રેસ પાસે છે. 12 સભ્યોનાં રાજીનામાં મંજૂર થાય તો ભાજપે સત્તા ગુમાવવી પડે. હજુ પણ બીજા છ નગરસેવકો રાજીનામાં આપે તેવી વકી છે. આ તમામે પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે. આ સંજોગો કલોલ તાલુકા અને ગાંધીનગર જિલ્લાના ભાજપ સંગઠનની નિષ્ક્રિયતા અંગેના સવાલો ઊઠી રહ્યાં છે.