1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદીના હાથમાં અફ્ઘાનિસ્તાનની રિઝર્વ બેંકની જવાબદારી, લેપટોપ અને એકે-47 સાથે સાથે
આતંકવાદીના હાથમાં અફ્ઘાનિસ્તાનની રિઝર્વ બેંકની જવાબદારી, લેપટોપ અને એકે-47 સાથે સાથે

આતંકવાદીના હાથમાં અફ્ઘાનિસ્તાનની રિઝર્વ બેંકની જવાબદારી, લેપટોપ અને એકે-47 સાથે સાથે

0
Social Share
  • અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં રાજ
  • રિઝર્વ બેંકનો ચીફ બન્યો તાલિબાનનો આતંકવાદી
  • એકસાથે લઈને બેસે છે લેપટોપ અને એકે-47

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો તો કરી લેવામાં આવ્યો છે. સરકાર જેવું કાઈ રહ્યું નથી પણ તાલિબાન દ્વારા સરકાર બનાવવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. તાલિબાન દ્વારા પોતાના જ એક આતંકવાદીને હવે અફ્ઘાનિસ્તાનની રિઝર્વ બેંકની જવાબદારી આપવામાં આવી છે અને તેને તે બેંકનો ચીફ બનાવવામાં આવ્યો છે.

એકથી ચડીને એક ખુંખાર આતંકીઓને તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રીથી લઇને ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને કાનૂન મંત્રી બનાવ્યા છે. તાલિબાને બ્લેક મનીને સફેદ કરનાર હાજી મોહમ્મદ ઇદરિસને દેશમાં રિઝર્વ બેંક ધ અફઘાનિસ્તાન બેંકનો ચીફ બનાવ્યો છે.

હાજી મોહમ્મદ ઇદરિસની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં તે એક લેપટોપ સાથે જોવા મળી રહ્યો છે. લેપટોપની બાજુમાં તેની પાસે ડેસ્ક પર એકે-47 રાઇફલ પણ જોવા મળતી હતી. ઇરદિસના બેંકિંગ નોલેજની વાત કરવામાં આવે તો તેણે જીવનમાં ક્યારે બુક પકડી નથી. જોકે હવે તે અફઘાનિસ્તાનની બેકિંગ સિસ્ટમને ચલાવવાનો છે. તાલિબાને કહ્યું કે ઇદરિસ સરકારી સંસ્થાનોને સંગઠિત કરશે, બેંકિંગ સાથે જોડાયેલ મુદ્દાને ઉકેલશે અને લોકોની સમસ્યાઓ ઓછી કરશે. બંદૂક સાથેની ઇદરિસની વાયરલ તસવીરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે કેવી રીતે સમસ્યાઓનું સમાધાન કરશે.

દરિસના બેંકિંગ સમજણની વાત કરવામાં આવે તો સાર્વજનિક રુપથી કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. તેને કેટલો અભ્યાસ કર્યો છે તે પણ ખબર નથી. ઇદરિસે ધાર્મિક પુસ્તકો પણ વાંચ્યા નથી પણ વિત્તીય મામલાનો વિશેષજ્ઞ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code