Site icon Revoi.in

ગુજરાતની શાળાઓમાં યોજાયેલા ગુણોત્સવનું પરિણામ, વલસાડ જિલ્લો પ્રથમ ક્રમે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જેમાં અલગ અલગ જિલ્લાની 12184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે.1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે એટલે કે, 1256 સ્કૂલોને 75 ટકા કરતા વધુ ગુણ મળ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાંથી એકપણ સ્કુલ પ્રથમ ક્રમ લાવી શકી નથી, પરંતુ વલસાડ જિલ્લાનો પ્રથમ ક્રમ આવ્યો છે. 116 પ્રાથમિક શાળાઓ ગ્રીન ઝોનમાં (એ-1 ગ્રેડમાં) આવતાં (મૂંલ્યાંકનમાં લેવાયેલી શાળાના 42.29 ટકા) ગુજરાતમાં પ્રથમક્રમ મેળવી સૌને ચોંકાવી દીધા છે.  જિલ્લાની કપરાડા અને ધરમપુર અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પીવાનું પાણી, મોબાઇલ નેટવર્કનો અભાવ સહિતની સુવિધાનો અભાવ છે,આમ છતાં ગુણોત્સવ 2.0માં વલસાડ જિલ્લા પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જેમાં અલગ અલગ જિલ્લાની 12184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે.1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે એટલે કે, 1256 સ્કૂલોને 75 ટકા કરતા વધુ ગુણ મળ્યા છે. એટલે કે, તમામ સ્કૂલોમાંથી 1256 સ્કૂલોએ જ એ ગ્રેડ એટલે કે ગ્રીન ઝોનમાં આવી છે. વિવિધ માપદંડમાં 90 ટકાથી વધુ ગુણ મળ્યા હોય તેવી સ્કૂલોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવી છે.જેમાંની વલસાડની સૌથી વધુ સ્કૂલો આવતા વલસાડ પ્રથમ ક્રમે છે. જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે.અમદાવાદની 57 સ્કૂલો અને વલસાડની 116 ગ્રીન ઝોનમાં આવી ગઇ છે.

વલસાડ જિલ્લાના પ્રા. શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે,  જિલ્લાની 957 પ્રાથમિક શાળાઓમાંથી 273 શાળાનું પરિણામ આવ્યું છે. જે પૈકી 116 શાળાઓ ગ્રીન ઝોનમાં આવી છે. કોરોના મહામારી બાદ શાળાના રિપોર્ટકાર્ડના આધારે સુધારો કરવામાં આવ્યો હતો.દરેક બાબતોનું મુલ્યાંકન થાય છે. ત્યારબાદ સુધારો કરવામાં આવે છે. જેના કારણે પરિણામ સારુ આવ્યું છે. કોરોના મહામારી બાદ શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં શાળાના શિક્ષકોએ મહત્તમ પ્રયાસો કર્યા હતા અને હાલના પરિણામ મુજબ રેન્કિંગ લાવી શક્યા છે. પરંતુ વલસાડ જિલ્લાની ચાર શાળાઓ રેડ ઝોનમાં આવી છે. જેમાં વલસાડ તાલુકાની એક,ધરમપુરની બે અને કપરાડા 1 પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુણોત્સવમાં સ્કૂલોમાં હાજરી, શિક્ષણની ગુણવત્તા, પરિણામ, સ્કૂલની સ્થિતિ, શિક્ષકો સહિતના મુદ્દાને ધ્યાનમાં રખાય છે. સ્કૂલોના મેરિટ, ડિસ્ટિકશન અને એક્સેલેન્સ સહિતના માપદંડ પણ ચકાસવામાં આવે છે. 100 ટકામાંથી 75 ટકા કરતા વધુ માર્ક્સ પ્રાપ્ત કરનારી સ્કૂલોને ગ્રીન ઝોન, 50થી 75 ટકા માર્ક્સ પ્રાપ્ત કરનારી સ્કૂલોને યલો ઝોન, 26થી 50 ટકા માર્ક્સ મેળવનારી સ્કૂલોને રેડ ઝોન અને 25 ટકાથી ઓછા માર્ક્સ મેળવનારી સ્કૂલોને બ્લેક ઝોનમાં મુકવામાં આવે છે. (file photo)