દિલ્હીઃ- વિતેલા મહિના ઓગસ્ટને લઈને છૂટક વાહનોના વેંચાણનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ તેમાં 9 ટકાનો વઘારો નોંધાયો છે ,પ્રાપ્ત માહિતી પ્રમાણે પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર સહિત તમામ સેગમેન્ટમાં મજબૂત માંગને કારણે ઓગસ્ટમાં વાહનોના છૂટક વેચાણમાં 9 ટકાનો વધારો થયો છે.
ઓટો ડીલર્સ બોડી FADA એ આ રિપોર્ટ જારી કરી આ જાણકારી આપી.તેમણે જારી કરેલા ડેટા અનુસાર, ગયા મહિને કુલ વાહનોનું વેચાણ નવ ટકા વધીને 18,18,647 યુનિટ થયું હતું, જે ઓગસ્ટ 2022માં 16,74,162 યુનિટ રહ્યું હતું.
વઘુ ડેટા પર જો નજર કરીએ તો ઓગસ્ટમાં પેસેન્જર વાહનોનું વેચાણ સાત ટકા વધીને 3,15,153 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 2,95,842 યુનિટ હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન ના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં વિસ્તૃત ગ્રાહક યોજનાઓને કારણે વાહન પુરવઠો વધુ સારો હતો અને બજારની ગતિશીલતા જળવાઈ રહી હતી.
આ સહીત સમીક્ષા હેઠળના મહિનામાં ટુ-વ્હીલરનું છૂટક વેચાણ છ ટકા વધીને 12,54,444 યુનિટ થયું છે, જે ઓગસ્ટ 2022માં 11,80,230 યુનિટ રહ્યું હતુંતો બીજી તરફ ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં જ કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધીને 75,294 યુનિટ થયું હતું. ટ્રેક્ટરના વેચાણમાં 14 ટકાનો વધારો થયો છે. થ્રી વ્હીલર્સના છૂટક વેચાણમાં 66 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી.