Site icon Revoi.in

રિટાયર્ડ આર્મીએ PM અને PMOને ટ્વિટ કરીને બીમારીથી પિડીત બહેન માટે માંગી  મદદ – PM મોદીએ ફોન પર વાત કરીને મદદનો વિશ્વાસ આપ્યો

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌ કોઈના પ્રિય નેતા છે અને તેજ કારણ છે કે સમાના્ય જનતા સુધી તેઓ પહોંચી રહ્યા છે, અનેક વખત તેમણે અનેક રાજ્ય.ની જનતા સાથે સીધો સંવાદ પણ કર્યો છે અને તેમને સાંભળ્યા પણ છે અને એટલા માટે જ કોઈ પિડીત વ્યક્તિ તેમના પાસે મદદની સરળતાથી અપીલ કરે છે, ત્યારે આવી જ એક ઘટના ફરી એસ્તિત્વમાં આવી છે કે જણે પોતાની બહેન માટે પીએમ મોદી પાસે મદદની અપીલ કરી હોય શનિવારે કંઈક આવું જ બન્યું, જ્યારે પીએમ મોદીએ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાને ફોન કરીને તેમની બહેનની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી અને યોગ્ય મદદની ખાતરી પણ આપી. આ પહેલા કરવામાં આવેલા ટ્વિટના કારણે આ વાત શક્ય બની

વાત જાણે એમ છે કે જનરલ હુડ્ડા ઉત્તરી કમાન્ડના આર્મી કમાન્ડર રહી ચૂક્યા છે અને તેમણે સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના ઘડવામાં મદદ કરી હતી અને તેને અંજામ પણ આપ્યો હતો.હાલની સ્થિતિમાં  જનરલ હુડ્ડાની બહેન અને આર્મી ઓફિસર કર્નલ કર્મવીર સિંહની પત્ની સુષ્મા હુડ્ડાએ આ પહેલા વડાપ્રધાનને પતdj લખીને તેમના સ્તન કેન્સરની સારવાર અને ભારતમાં ઉપલબ્ધ મર્યાદિત માધ્યમો, વિદેશી દવાઓની મંજૂરી વિશે જણાવ્યું હતું.

આ ઘટના બાદ શનિવારે લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ ટ્વિટર પર તેમની બહેન સુષ્મા હુડ્ડાનું ટ્વિટ શેર કર્યું અને લખ્યું, સુષ્મા હુડ્ડા મારી બહેન છે, જે ઘણા વર્ષોથી કેન્સરની દર્દી છે અને તેમની આશાઓ ઘટી રહી છે. નવી દવાને મંજૂરી આપવાથી તેમના જેવા ઘણા લોકોના જીવ બચી શકે છે. હુડ્ડાએ પોતાના ટ્વીટમાં વડાપ્રધાન કાર્યાલય અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કર્યા હતા.

આ ટ્વિટ કર્યાના થોડા કલાકો બાદ હુડ્ડાએ બીજી ટ્વિટ કરી હતી. જેમાં તેમણે પીએમઓ તરફથી ફોન આવ્યાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમઓ તરફથી ફોન આવ્યો હતો અને પીએમ મોદી સાથે પણ વાત કરી હતી. જેમણે મારી બહેનની તબિયત અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

આ સાથે જ હુડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીના ફોન કૉલ પછી તેઓ ખરેખર નમ્ર અને સન્માનિત અનુભવે છે, ખાસ કરીને જ્યારે તેમણે કહ્યું હતું કે આ બાબતની તપાસ કરવામાં આવશે. હુડ્ડાએ કહ્યું કે મને મારા ભારતીય હોવા પર અને તેમના વ્યક્તિગત હસ્તક્ષેપ પર ગર્વ છે.