બેંગ્લોરઃ કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સૌંદરરાજનને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આ શપથવિધી સમાહોરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી શિવકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
એલબી સ્ટેડિયમમાં આયોજીત શપથવિધી સમાહોરમાં એક લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યાં હતા. શપથ લીધા પહેલા રેવંત રેડ્ડીએ ખુલ્લી જીપમાં સોનિયા ગાંધી સાથે પ્રસંશકોનું અભિવાદન ઝીવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય દામોદાર રાજનરસિમ્હા, ઉત્તમ કુમાર રેડ્ડી, ભટ્ટી વિક્રમાર્ક, કોમાટી પેડ્ડી વેંકટ રેડ્ડી, સીતાક્કા, પોન્નમ પ્રભાકર, શ્રીધર બાબુ, તુમ્મલા નાગેશ્વર રાવ, કોંડા સુરેખા અને જુપલ્લી કુષ્ણા પોંગુલેટીએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. ભટ્ટી વિક્રમાર્કને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઉત્તમ કુમાર રેડ્ડી અને શ્રીધર બાબુને પણ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રેવંત રેડ્ડી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે અને તેઓ હવે તેલંગાણાના બીજા સીએમ બન્યાં છે. વર્ષ 2013માં તેલંગાણા રાજ્યની રચના થઈ હતી, જે બાદ કોંગ્રેસ પ્રથમવાર આ રાજ્યમાં સત્તામાં આવી છે. તેલંગાણામાં અત્યાર સુધીમાં કેસીઆરના ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી હતી. તેઓ બે વાર મુખ્યમંત્રી રહી ચુક્યાં છે, પરંતુ ત્રીજીવાર મુખ્યમંત્રી બની શક્યા નથી. તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે.અહીં વિધાનસભાની 119 બેઠકો પૈકી 64 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે બીઆરએસને 39 જેટલી બેઠકો મળી છે. જ્યારે ભાજપની 8 બેઠકો ઉપર જીત થઈ છે.