ચીનની કંપનીઓ કરચોરી કરી રહી હોવાનો ખુલાસો,1000 કરોડનો થઈ શકે છે દંડ
- ચીનની મોબાઈલ બનાવતી કંપનીની કરચોરી
- 1000 કરોડ રૂપિયાનો થઈ શકે છે દંડ
- આયકર વિભાગના દરોડમાં થયો ખુલાસો
દિલ્હી:ચીનની મોબાઈલ બનાવતી કંપનીઓ પર ટેક્સ ન ભરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, અને આ અનુસાર તેમને 1000 કરોડ રૂપિયા દંડ ભરવી પડી શકે તેમ છે. જાણકારી અનુસાર ગત અઠવાડિયે આયકર વિભાગે 11 રાજ્યોમાં એક સાથે દરોડા પાડીને આ કંપનીઓની 6,500 કરોડ રૂપિયાથી વધુ બેહિસાબ રકમની જાણ થઇ છે.
જો વાત કરવામાં આ અન્ય રાજ્યોની તો આયકર વિભાગ દ્વારા 21 ડિસેમ્બરના રોજ કર્ણાટક, તામિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં કેટલીક કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન જાણવા મળ્યું કે 2 કંપનીઓએ વિદેશોમાં પોતાના સમૂહની અન્ય કંપનીઓને રૉયલ્ટીના નામ પર 5,500 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.
સીબીડીટીએ જણાવ્યું કે, કંપનીના ભારતીય નિદેશકોએ સ્વીકાર કર્યો કે કંપનીના પ્રબંધનમાં તેમની કોઈ ભૂમિકા નથી અને તેની જવાબદારી માત્ર નામ સુધી સીમિત છે. પુરાવા મળ્યા છે કે કંપનીનો તમામ કોષ જે અંદાજિત 42 કરોડ રૂપિયા છે, ભારતથી બહાર ટેક્સ આપ્યા વગર ટ્રાન્સફર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા.