- એઐરલાઈન્સની ઘરેલુ યાત્રામાં ટ્રાફિક
- કોરોના બાદ જોવા મળી વૃદ્ધી
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઘણા દેશઓનું અર્થતંત્ર નબળું પડ્યું હતું જેની અસર થોડી ભારત પર જોવામ ીળ હતી ખાસ કરીને એરલાયન્સ વધુ પ્રભાવિત બની હતી જો કે હવે તેને લઈને સારા સનમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અનુસાર, કોરોના પહેલાની તેજી ફરીથી ભારતીય સ્થાનિક હવાઈ મુસાફરીમાં પાછી આવી છે.
આઈએટીએ આ આપેલી માહિતી મુજબ, વર્ષ 2022 માં, ટ્રાફિકની આવકમાં જબરદસ્ત વધારો થયો હતો અને તે ફરી એકવાર 2019 ના સ્તરના 85.7 ટકાને સ્પર્શી ચૂક્યો છે. આ મહિનાની શરૂઆતમાં આ અહેવાલ બહાર પાડતા જણાવ્યું હતું કે હવાઈ મુસાફરીમાં સુધારો ડિસેમ્બર 2022 માં પણ ચાલુ રહ્યો હતો અને સમગ્ર વર્ષ માટે પ્રદર્શન 2021 ની તુલનામાં ઉચ્ચ સ્તરે હતું2021 ની સરખામણીએ 2022 માં ભારતના ડોમેસ્ટિક રેવન્યુ પેસેન્જર કિલોમીટરમાં 48.8 ટકાનો વધારો થયો છે.
આ સહીત ડિસેમ્બર 2022માં હવાઈ ટ્રાફિક ડિસેમ્બર 2019ના માર્કની બરાબર હતો, જે માત્ર 3.6 ટકા નીચે હતો. 2022માં, ભારતીય સ્થાનિક ઉપલબ્ધ સીટ કિલોમીટર પ્રતિ કિલોમીટરમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 30.1 ટકાનો વધારો થયો છે.