અરબ સાગરમાં ચક્રવાતને લીધે વાતાવરણમાં પલટો, 21 તાલુકામાં ઝાપટાં, બાલાસિનોરમાં 1 ઈંચ
અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરકાંઠે સર્જાયેલા ચક્રવાત અને અરબી સમુદ્રમાં એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.જેમાં રવિવારે 21 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યો હતો જેમાં બાલાસિનારમાં એક ઈંચ તથા ખેજાના ગળતેશ્વર તેમજ લૂણાવાડા, વિજયનગર, કપડવંજ, સતરામપુર સહિત 21 તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા છે.
ગુજરાતમાં રવિવારે 21 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં આકાશ વાદળછાંયુ રહ્યું હતુ. અમદાવાદમાં પણ રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ છાંટણા પડ્યા હતા. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ ઉપરાંત અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સામાન્ય માવઠાની આગાહી કરાઈ છે. રવિવારે અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં બાલાસિનોરમાં અક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉરપાંત 21 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે સોમવારે પણ હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટોજોવા મળ્યો હતો. અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી. વહેલી સવારે ધનસુરા, શામળાજી, ઈસરોલ સહિતના તાલુઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભિલોડા અને માલપુરમાં પણ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લાના કપાસ, તુવેર સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ છે. તો વડોદરામાં પણ કમોસમી વરસાદનું આગમન થયું હતું મોડી રાતે પાદરા પંથકમાં ઝાપટાં પડ્યા હતા.