Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, વલસાડમાં ભારે પવન સાથે વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે તો ચોમાસુ બેસી ગયુ છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વલસાડમાં વહેલી સવારે વરસાદ નોંધાયો છે. જો કે, રાજ્યમાં ધોધમાર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ થવામાં હજુ વાર લાગશે. પરંતુ રાજ્યમાં હાલ વરસાદનું કારણ સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું તે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં એન્ટ્રી લઈ લેશે. એટલે કે 20થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે. આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.