રિવોઈના JMD અમૃતભાઈ આલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓ સાથે કરી મુલાકાત
અમદાવાદઃ ગુજરાતના નવા મંત્રીમંડળના સ્થાન મેળવનારા મંત્રીઓએ પૈકી કેટલાક મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ન્યૂઝ પ્રોવાઈડ કરનારા અગ્રણી ન્યૂઝપોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલએ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ પટેલ સહિતના મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ તેમને શુભકામનાઓ પાઠવી હતી.
અગ્રણી ન્યૂઝપોર્ટલ રિવાઈના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ તેમને શુભકામનાઓ પાઠવીને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિન્હ હાંસલ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની મુલાકાત સાથે અમૃતભાઈ આલે કાંકરેજના ધારાસભ્ય અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષા મંત્રી કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ જીતુભાઈ અને કિર્તીભાઈ સાથે મળીને શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન લાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની પણ અમૃતભાઈએ શુભેચ્છા મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી.
અગ્રણી ન્યૂઝપોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીભાષામાં વાચકોને ગુજરાત અને દેશ-દુનિયામાં બનતી ઘટનાઓ અને સકારાત્મક ન્યૂઝ પુરા પાડે છે. જેથી ડિજીટલ પ્લેટફોર્મ ઉપર રિવોઈ વાચકોના વિશ્વાસ સાથે નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ તેમના મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મોટાભાગના મંત્રીઓ સોમવારે વિજય મૂહૂર્તમાં ચાર્જ સંભાળશે.