અમદાવાદઃ શહેરમાં વાહન ચોરીના બનાવો વધતા ક્રાઈમ બ્રાન્ચ વોચ રાખીને વાહનોની ચોરી કરતા બે શખસોની ગેન્ગને પકડી પાડી હતી. આ શખસોએ છેલ્લા ચાર મહિનામાં 38 જેટલી રિક્ષાઓ અને ટૂવ્હીલર્સની ચોરી કરી હતી. ચારી કરેલા વાહનો સુરત અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વેચી દેતા હતા.
સૂત્રોના જણાવ્યા મુજૂ શહેર ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ રિક્ષાઓની ચોરી કરનારા ચોરોને પકડ્યો હતો, તેની પૂછપરછ કરતા રિક્ષા અને ટુ વ્હીલર ચોરી કરતી વધુ એક ગેંગ પકડાઈ હતી. આ ગેંગએ છેલ્લા 4 મહિનામાં 38 રિક્ષા અને ટુ વ્હીલરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 11 જેટલા વાહનો પણ કબજે કર્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેર ક્રાઈમ બ્રાન્ચે વાહનચાર ગેંગના ઇન્દ્રજીતસિંહ અને લાલુરામ મીણા નામના આરોપીને ચોરીની રીક્ષા સાથે પકડ્યા હતા. ત્યારબાદ આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળીને છેલ્લા 4 મહિનામાં 38 ઓટો રીક્ષા અને ટુ વ્હીલર વાહનોની ચોરી કરી છે. ચોરી કર્યા બાદ તેઓ સુરત તેમજ હળવદની આજુબાજુમાં વાહનો વહેચી દેતા હતા. આરોપીઓ પાસેથી 8 રીક્ષા અને 3 ટુ વ્હીલર એમ કુલ 11 વાહનોને 4.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ મોજ શોખ માટે જ વાહનો ચોરી કરતા હતા અને વાહનો વહેચી દેતા હતા. આ પ્રકારે જ ચોરી કરનાર સગીર અને તેના સાથી એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી 26 વાહનો રીકવર કર્યા હતા.