- બોલિવૂડમાં કોરોના પસર્યો
- હવે શના શેખ પણ કોરોના પોઝિટિવ
મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી કહ્યા છે, આ પહેલા રણબીર કપૂર,આમીર ખાન જેવા સ્ટાર્તચને કોરોના થયો હતો ત્યારે હવે દંગર્લ ગર્લ ફાતિમા સના શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એક્ટ્રેસ સના શેખે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફાતિમાએ લખ્યું છે કે, હું કોરોના પોઝિટિવ છું અને દરેક પ્રિકોશન અને પ્રોટોકોલ્સને ફોલો પણ કરી રહી છું. હું હાલ હોમ ક્વોરન્ટીન છું.
શના શેખને કોરોના થયો છે તો બીજી તરફ તે ઘરમાં જ ક્વોરોન્ટાઈન રહીને વર્કઆઉટ પણ કરતી નજરે પડી છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના સ્ટોરીમાં તેણે તેનું વર્ક આઉટ કરતો વીડિયો શેર કર્યો છે. આમ એક્ટ્રેસ ઘરમાં રહીને પણ પોતાને ફીટ રાખવામાં વ્યસ્ત જોવા મળી છે,ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી જ રહ્યા છએ ત્યારે હવે મોટા ભાગની બોલિવૂડની હસ્તીઓ મુંબઈ સ્થિતિ ઘરોમાં રહેતી હોય છે જેને લઈને અનેક સેલિબ્રિટીઓ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે
બોલિવૂડ જગતની જો વાત કરવામાં આવે તો હાલ સુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આર. માધવન, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી અને હવે મિલિંદ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે તો બીજી તરફ રણબીર કપૂર હાલ જ કોરોનામાંથી સાજા થયા છે.
સાહિન-